Western Times News

Gujarati News

નેત્રંગ પોલીસના વાહન ચેકિંગ દરમ્યાન ચોરીની ૨૪ મોટર સાયકલોનો ભેદ ઉકેલાયો

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ જીલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા ઉચ્ચ અધિકારીઓ તરફ થી મળેલ સુચના અંતર્ગત નેત્રંગ પીએસઆઈ એન.જી.પાંચાણી પોલીસ ટીમ સાથે નેત્રંગ ડેડીયાપાડા રોડ પર થવા ચેક પોસ્ટ ખાતે વાહન ચેકિંગમાં હતા

અને ગુજરાત સરકારના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ઈ ગુજકોપ અંતર્ગત આપેલ મોબાઈલ પોકેટકોપ તેમજ ઈ ગુજકોપમાં સર્ચ કરતા હતા.તે દરમ્યાન બાતમી મળી હતી કે નેત્રંગ પોલીસ સ્ટેશનમાં નંધાયેલ ગુના અંતર્ગતની ચોરીની મોટર સાયકલ લઈને એક ઈસમ ડેડીયાપાડા તરફથી આવે છે.

ડેડીયાપાડા તરફ થી શંકાસ્પદ મોટર સાયકલ આવતા તે મોટર સાયકલ બાતમી મુજબની હોઈ તેની તપાસ કરતા મોટર સાયકલ ચાલક કોઈ કાગળો રજુ કરી શકેલ નહિ.પોલીસ તપાસમાં આ ઈસમનુ નામ રાજેન્દ્ર ઉર્ફે પકો અભેસિંગ વસાવા રહે.દાભવણ તા.ડેડીયાપાડા જી.નર્મદા હોવાની જાણ થઈ હતી.

પોલીસની પુછપરછ દરમ્યાન આ ઈસમ ભાંગી પડ્યો હતો અને મોટર સાયકલ ગત તા.૨૫ મીના રોજ નેત્રંગ સેવાસદનના કંપાઉન્ડ માંથી ચોરી હોવાની કબુલાત કરી હતી.આ આરોપીને હસ્તગત કરીને તેની પુછપરછ કરતા તેણે અલગ અલગ વિસ્તારો માંથી આશરે ૨૪ જેટલી મોટરસાયકલોની ચોરી કરીને

જંગલ વિસ્તારમાં કોઇને જાેવામાં ન આવે એ રીતે થોડા થોડા અંતરે છુપાવી રાખી હોવાનુ જણાવતા પોલીસે તેની કબુલાતના આધારે જંગલમાં સર્ચ ઓપરેશન કરીને વિવિધ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ આઠ જેટલા ગુનાઓ હેઠળની ૨૪ મોટર સાયકલો કબ્જે લીધી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.