સાડી પહેરી સની લિયોનીએ ઇન્ટરનેટ પર ધમાલ મચાવી

મુંબઈ, બૉલીવુડ એક્ટ્રેસ સની લિયોનીએ ફરી એકવાર પોતાની સ્ટાઇલિશ અદાઓથી ઇન્ટરનેટનો પારો ચઢાવી દીધો છે. સનીનો આ અંદાજ ફેન્સને ખુબ પસંદ રહ્યો છે. સની લિયોનીએ તાજેતરમાં જે તસવીરો શેર કરી છે તેમાં તે એકદમ સ્ટાઇલિશ અંદાજમાં સાડી પહેરીને દેખાઇ રહી છે.
સનીએ ક્રીમ કલરની સાડી પહેરેલી છે, જેની સાથે તેને ડીપ નેક બ્લાઉઝ કેરી કર્યુ છે. કમર પર સનીએ સાડીની સાથે એકદમ સ્ટાઇલિશ બેલ્ટ પહેરેલો છે, જેના પર મોતીઓનુ લટકન લગાવેલુ છે. સનીએ આ તસવીરો પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે. જેમાં તે ફોટોશૂટ દરમિયાન ખુબ મસ્તી કરતી દેખાઇ રહી છે.
સનીની અદાઓ ફેન્સનુ દિલ જીતી રહી છે, તેને પોતાના કાનોમાં સુંદર લાંબા સીપ વાળા ઇયરરિગ્સ પહેરેલી છે, જે તેના લૂકને પરફેક્ટ બનાવી રહ્યો છે. સની હંમેશા સોશ્યલ મીડિયા પર એક્ટિવ રહે છે, અને પોતાની તસવીરો ફેન્સની સાથે શેર કરતી રહે છે. સોશ્યલ મીડિયા પર તેની સારી એવી ફેન ફોલોઇંગ છે.SSS