Western Times News

Gujarati News

મમતાએ ઇન્સ્ટા પર ૯૦ના દાયકાની તસવીરો શેર કરી

મુંબઈ, વર્ષ ૧૯૯૦ના દાયકાની ચર્ચિત એક્ટ્રેસ રહી ચૂકેલી મમતા કુલકર્ણી એકવાર ફરીથી ચર્ચામાં આવી છે. અસલમાં જ્યાં એકબાજુ ૯૦ના દાયકાની હીરોઇનો ટીવી શૉ, ફિલ્મો અને ઓટીટી પ્લેટફોર્મ દ્વારા કમબેક કરી રહી છે, ત્યારે વર્ષાના લાંબા સમય બાદ હવે મમતા કુલકર્ણીએ પણ કમબેક કર્યુ છે.

જાેકે, મમતાએ કોઇ ટીવી સીરિયલ, ફિલ્મ કે ઓટીટી પ્લેટફોર્મ પર નહીં પરંતુ સોશ્યલ મીડિયા પર આ કમબેક કર્યુ છે. રિપોર્ટ્‌સનુ માનીએ તો મમતા કુલકર્ણીએ ઇન્સ્ટાગ્રામ પર આ કમબેક કર્યુ છે. મમતાએ પોતાના ઇન્સ્ટા એકાઉન્ટ પર ૯૦ના દાયકાની ઘણીબધી તસવીરો શેર કરી છે. ઉલ્લેખનીય છે કે, મમતા કુલકર્ણી પોતાના જમાનામાં કેટલીય હિટ ફિલ્મો જેવી કે કરણ અર્જૂન, બાજી વગેરેમાં કામ કરી ચૂકી છે.

મમતા કુલકર્ણીએ ૯૦ એ દાયકામાં ઇન્ડસ્ટ્રીના ત્રણેય ખાન સલમાન ખાન, શાહરૂખ ખાન અને આમિર ખાન સાથે કામ કર્યુ છે. જાેકે,આટલુ બધુ હોવા છતાં મમતા કુલકર્ણી ઇન્ડસ્ટ્રીમાં પોતાની જગ્યા બનાવવામાં સફળ ના થઇ શકી, અને જાેતજાેતામાં ફ્લૉપ થઇ ગઇ. મમતા કુલકર્ણીએ પબ્લિસિટી મેળવવા માટે કેટલાય બૉલ્ડ ફોટોશૂટ પણ કરાવ્યા હતા, પરંતુ તે તેની કેરિયરની ન હતી બચાવી શકી.

ઉલ્લેખનીય છે કે, મમતા કુલકર્ણીનુ નામ તાજેતરમાં જ ખોટા કારણોસર સામે આવ્યુ છે. અસલમાં ૯૦ની ચર્ચિત એક્ટ્રેસ ડ્રગ્સ માફિયા વિક્કી ગોસ્વામી સાથે લગ્ન કર્યા છે. વિક્કીને કેટલીય વાર ડ્‌ર્ગ્સના કાળા કારનામાઓના પોલીસ દ્વારા પકડાઇ ચૂક્યો છે, આ પછી વર્ષ ૨૦૧૨માં તે જેલમાંથી બહાર આવ્યો હતો. આ પછી મમતા કુલકર્ણી અને વિક્કી કેન્યા જતા રહ્યાં હતા, અને અહીં પણ વર્ષ ૨૦૧૪માં ડ્રગ્સ સાથે જાડોયેલા કેસમાં મમતા કુલકર્ણી અને વિક્કીને પકડવામાં આવ્યા હતા.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.