ઓલા એપ પરથી નવા અને જૂના વાહનોની ખરીદી કરી શકાશે
● ઓલાનો ડિજિટલ ફર્સ્ટ અભિગમ અને ઓઇએમ સ્તરની ગુણવત્તાના ધારાધોરણો ગ્રાહકોને વાહનની માલિકી માટે ‘નવા કરતાં શ્રેષ્ઠ’ અનુભવ આપશે
● વાહનો પર ₹1 લાખ સુધીના ડિસ્કાઉન્ટ સાથે બેસ્ટ પ્રાઇસ ઓફર કરશે -બે વર્ષ માટે ફ્રી સર્વિસ
અમદાવાદ, ભારતનું સૌથી મોટું મોબિલિટી પ્લેટફોર્મ ઓલાએ અમદાવાદમાં એનું નવું વ્હિકલ કોમર્સ પ્લેટફોર્મ ઓલા કાર્સ પ્રસ્તુત કર્યું છે. ઓલા કાર્સ ગ્રાહકોને વાહનની ખરીદીનો અને માલિકીનો શ્રેષ્ઠ અનુભવ પ્રદાન કરે છે. Ola Cars now in Ahmedabad- announces India’s Biggest pre-owned car festival
ઓલા કાર્સ ગ્રાહકોને ઓલા એપ પરથી નવા અને પ્રી-ઑન વાહનો એમ બંનેની ખરીદી કરવાની સુવિધા આપશે. આ એપ ગ્રાહકોને વિવિધ સેવા આપશે, જેમાં ખરીદી, વાહન માટે ધિરાણ અને વીમો, નોંધણી, વાહનની સ્થિતિની જાણકારી અને સર્વિસ સહિત મેઇન્ટેનન્સ, એક્સેસરીઝ અને છેલ્લે ઓલા કાર્સ પર વાહનનું પુનઃવેચાણ સામેલ છે. આ કારની સરળતાપૂર્વક ખરીદી, વેચાણ અને મેનેજ કરવા ઇચ્છતાં આતુર ગ્રાહકો માટે વન સ્ટોપ શોપ બનશે.
ઓલા કાર્સની શરૂઆત 2,000+ પ્રી-ઑન વાહનો સાથે થશે અને સમયની સાથે ઓલા એપ પર ઓલા ઇલેક્ટ્રિક અને અન્ય ઓટોમોટિવ બ્રાન્ડ્સ પણ પ્રસ્તુત કરશે, તેમને સરળ, વિશ્વસનિય પ્લેટફોર્મ પ્રદાન કરશે. ઓલા અભૂતપૂર્વ પહોંચ ધરાવે છે તથા ગ્રાહકો અને તેમની પરિવહન સંબંધિત જરૂરિયાતોને સારી રીતે સમજે છે.
ઓલા કાર્સના સીઇઓ અરુણ સિરદેશમુખે કહ્યું હતું કે, “ઓલા 100-વર્ષથી વધારે જૂનાં મોડલની ક્લાસિક ડિલરશિપ વ્હિકલ કોમર્સ પ્લેટફોર્મ બનવા કટિબદ્ધ છે. ઓલા કાર્સ સાથે અમે અમદાવાદવાસીઓને નવા અને જૂનાં એમ બંને પ્રકારના વાહનોની ખરીદી અને માલિકીનો વધારે સારો અનુભવ પ્રદાન કર્યો છે. ઓલા કાર્સ સાથે અમે વાહનની ખરીદી અને વેચાણની સાથે વાહન માટે ધિરાણ, નિઃશુલ્ક વીમો, મેઇન્ટેનન્સ અને સંપૂર્ણ ડિજિટલ-ફર્સ્ટ અનુભવ પણ પૂરો પાડ્યો છે.”
ઓલાએ ઓલા કાર્સ પર વિવિધ બેસ્ટ ડિલ અને ઓફર સાથે દિવાલી કાર કાર્નિવલની જાહેરાત પણ કરી હતી, જેમાં ગ્રાહકોને ₹1 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ તેમજ 2 વર્ષ સુધી ફ્રી સર્વિસ, 12 મહિનાની વોરન્ટી અને 7-દિવસમાં રિટર્ન કરવાની સરળ નીતિ જેવી ઉદ્યોગમાં કેટલીક સૌપ્રથમ ઓફર મળશે.
ઓલા કાર્સે એની કામગીરીના પ્રથમ મહિનામાં 5000 વાહનોનું વેચાણ કર્યું છે અને તાજેતરમાં વ્હિકલ ડાઇગ્નોસ્ટિક્સ જેવી તમામ કામગીરીઓ માટે 10,000 નવા કારીગરોની ભરતી કરીને મોટા પાયે વિસ્તરણ કરવાની જાહેરાત કરી હતી. ઉપરાંત સમગ્ર ભારતમાં 100 શહેરોમાં 300 કેન્દ્રો સાથે ભારતનું સૌથી મોટું ઓટોમોટિવ સર્વિસ નેટવર્ક સ્થાપિત કરવા મેઇન્ટેનન્સ સુવિધા માટે બ્રાન્ડ ચેમ્પિયન છે.