રૂપાલીએ અનુપમાના સેટ પર ભૂતની ઝલક બતાવી

મુંબઈ, ઓક્ટોબર મહિનાના અંતે વિદેશમાં હેલોવિન સેલિબ્રેટ કરવાનું ચલણ છે. હવે હેલોવિન સેલિબ્રેશન ભારતમાં પણ પ્રચલિત થઈ રહ્યું છે. ડરામણા કપડાં અને મેકઅપમાં તૈયાર થઈને હવે સેલેબ્સ પણ પોતાના બાળકો સાથે હેલોવિન પાર્ટીમાં જતા હોય છે.
અનુપમા સીરિયલની એક્ટ્રેસ રૂપાલી ગાંગુલીએ પણ તેના દીકરાએ કરેલા હેલોલિન સેલિબ્રેશનની ઝલક બતાવી હતી. સાથે જ અનુપમાના સેટ પર કોનું ભૂત ફરે છે તે જણાવ્યું હતું. રૂપાલી ગાંગુલીના દીકરા રુદ્રાંશે તેની સોસાયટીના બાળકો સાથે હેલોવિનની ઉજવણી કરી હતી.
વિડીયોમાં રુદ્રાંશ અને અન્ય બાળકો ડરામણા લૂકમાં જાેવા મળી રહ્યા છે. રૂપાલી દીકરાનો કોશ્ચયૂમ ઠીક કરતી જાેવા મળે છે. આ સાથે રૂપાલીએ ઘરની અંદર હેલોવિન માટે કરેલા ડેકોરેશનની ઝલક પણ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં બતાવી હતી. આ તો થઈ રૂપાલીના દીકરાના હેલોવિન સેલિબ્રેશનની વાત.
હવે જણાવીએ કે, અનુપમાના સેટ પર કોનું ભૂત ભટકે છે? અનુપમાનો રોલ ભજવતી રૂપાલી ગાંગુલીએ સેટ પરનો એક વિડીયો શેર કરી છે. વિડીયોમાં એકદમ અંધારું છે અને એક મહિલા મોબાઈલ લઈને ચાલી રહી છે. વિડીયોમાં કેપ્શન છે જેમાં લખવામાં આવ્યું છે, “અમે હંમેશા અનુપમાના ભૂતની વાત કરીએ છીએ.
પરંતુ અહીં ક્રેઝી રૂપાલીની આત્મા છે જે હંમેશા અહીં જ રહે છે. આ વિડીયો શેર કરતાં રૂપાલીએ લખ્યું હતું, હેલોવિન પૂરું થયું છે ત્યારે તમારા માટે કંઈક ખા, યાદ રાખજાે કે સૌથી ડરામણા ભૂત રાત્રે આવે છે. હેપી હેલોવિન. વિડીયોમાં દેખાતી આ મહિલા રૂપાલી પોતે જ છે અને તેણે જ પોતાને મજાકિયા અંદાજમાં ભૂત ગણાવી છે. બીજાે એક વિડીયો રૂપાલીના ફેન પેજ પર શેર કરવામાં આવ્યો છે.
જેમાં પણ સેટ અનુપમા જ છે. આ વિડીયોમાં રૂપાલી ખુલ્લા વાળ, મોંઢા પર સફેદ પાઉડર અને કાળી સાડીમાં ચાલતી જાેવા મળે છે. આ વિડીયોમાં રૂપાલીએ બિહામણો અવતાર ધારણ કરવાની કોશિશ કરી છે. વિડીયોમાં રૂપાલી ‘ગુમ નામ હૈ કોઈ’ ગીત ગાતી સંભળાય છે.
આ વિડીયો પણ રૂપાલીએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કર્યો હતો. એટલે હેલોવિન પર રૂપાલી સંપૂર્ણપણે તેના જ રંગમાં રંગાયેલી જાેવા મળી હતી. જણાવી દઈએ કે, ‘અનુપમા’ દ્વારા લોકો રૂપાલીને ખૂબ પ્રેમ આપી રહ્યા છે. તેનું પાત્ર અને શોની વાર્તા લોકોને ખૂબ પસંદ પડી છે. આ શો મોટાભાગે ટીઆરપી ચાર્ટમાં ટોચ પર રહે છે.SSS