હવે ગુજરાતથી સાત સિંહ ઇટાવા સફારીમાં પહોંચ્યા
ઇટાવા: ચંબલની છાપ બદલી નાંખવાના ઇરાદાથી સ્થાપિત કરવામાં આવેલા ઇટાવા સફારી પાર્કનુ આકર્ષણ હવે અનેક ગણુ વધી ગયુ છે કારણ કે અહીં ગુજરાતમાંથી સાત સિંહને સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે લાવવામાં આવ્યા છે. સાત સિંહને બે જુદી જુદી ટ્રક મારફતે લાવવામાં આવ્યા છે. જે સાત સિંહને લાવવામાં આવ્યા છે
તે પૈકી ચાર સિંહને મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના ગોરખપુર શહેરમાં બનાવવામાં આવી રહેલા અશફાક અલ્લા ખાન પ્રાણી સંગા્રહાલયમાં રાખવામાં આવનાર છે. ઇટાવા સફારી પાર્કના નિર્દેશક વીકે સિંહે માહિતી આપતા કહ્યુ છે કે પહેલી ઓક્ટોબરના દિવસથી વન્યજીવ સપ્તાહની ઉજવણી કરવામાં આવનાર છે.
જેથી ઓક્ટોબરના પ્રથમ સપ્તાહની શરૂઆત કરવામાં આવે તે રીતે ૨૫મી સપ્ટેમ્બરની રાત્રે ગુજરાતમાંથી સઘન સુરક્ષા વચ્ચે આ સાત સિંહ ઇટાવા પાર્ક ખાતે લાવવામાં આવ્યા હતા. જે સાત સિંહ લાવવામાં આવ્યા છે તેમાં પાંચ માદા અને બે નર સિંહનો સમાવેશ થાય છે. લાવવામાં આવેલા સિંહના નામ રાધા, ચોકીર, જેનિફર , મરિયમ, તેજસ્વીની અને મહેશ્વરીના બે બાળકો સામેલ છે. સફારી પાર્કના નિર્દેશકનુ કહેવુ છે કે આ સિંહને સફારીમાં રહેતા સિંહ કરતા અલગ જગ્યાએ રાખવામાં આવ્યા છે.
તેમના માટે એનિમલ હાઉસ બનાવી દેવામાં આવ્યા છે. જે સિંહના સ્વાગત માટે પહેલાથી જ તૈયાર કરવામાં આવી ચુક્યા છે. આ જ નવા એનિમલ હાઉસમાં ગુજરાતમાંથી આવેલા સિંહને રાખવામાં આવનાર છે. સફારીથી એક ડઝન જેટલા અધિકારીઓની ટીમ સિંહને લવે માટે ગુજરાતના જુનાગઢ પહોંચી હતી. જે સિંહના કાફલાની સાથે જ હવે સફારી પહોંચી છે.
એમ પણ કહેવામાં આવ્યુ છે કે સિંહના કાફલાને લાવવામાં આવે તે પહેલા જ તમામ સુરક્ષા વ્યવસ્થાને મજબુત કરી દેવામાં આવી હતી.સફારીની અંદર વિશાળ જગ્યામાં એનિમલ હાઉસનુ નિર્માણ કરવામાં આવ્યુ છે.
જેમાં સાત સિંહ માટે જુદી જુદી જગ્યા બનાવવામા ંઆવી છે. જા કે આ વ્યવસ્થા હાલમાં અસ્થાયી છે. ત્યારબાદ તેમને બ્રિડીગ સેન્ટરમાં શિફ્ટ કરી દેવામાં આવનાર છે. બહારથી જ્યારે પણ સિંહને લાવવામાં આવે છે ત્યારે તેમને ત્રણ સપ્તાહ માટે એનિમલ હાઉસમાં રાખવામાં આવે છે. ત્યારબાદ તેમને બ્રિડિંગ સેન્ટરમાં લઇ જવામાં આવે છે. સફારી વહીવટીતંત્રનો મુખ્ય ઉદેશ્ય તેના પરિવારને વધારી દેવાનો રહેલો છે. જેથી વધુ સંખ્યામાં સિંહણ લાવવામાં આવી છે. સફારીમાં પહેલાથી જ છ સાવક રહેલા છે. વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના તમામ પગલા લેવામાં આવ્યા છે.
સિંહના જતન માટે વિવિધ પગલા પહેલાથી જ લેવામાં આવ્યા છે. તેમને અહીં લાવવામાં આવે તે પહેલા જ બધા પગલા લેવામાં આવી ચુક્યા છે. આવનાર દિવસોમાં કેટલાક વધુ પગલા લેવામાં આવે તેમ માનવામાં આવે છે. ગુજરાત સરકાર અને સંબંધિત વિભાગ વચ્ચે પહેલા વાતચીત થઇ હતી.