દિવાળી પર દિલીપ જોશીએ બ્રાન્ડ ન્યુ કાર ખરીદી
મુંબઈ, લાંબા સમયથી ચાલતી અને લોકોના દિલો પર રાજ કરતી ટીવી સીરિયલ તારક મહેતા કા ઉલટા ચશ્માના મુખ્ય પાત્ર જેઠાલાલ રિયલ લાઈફમાં એક નવી કારના માલિક બન્યા છે. દિલીપ જાેશીએ દિવાળીના શુભ અવસર પર એક બ્રાન્ડ ન્યુ કાર ખરીદી છે.
દિલીપ જાેશી અને તેમના પરિવારનો કાર સાથેનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લોકો દિલીપ જાેશીને કાર માટે શુભકામના પાઠવી રહ્યા છે. દિલીપ જાેશીએ એક એસયુવી કાર ખરીદી છે, જેની કિંમત ૧૨ લાખથી વધારે હોવાનું માનવામાં આવી રહ્યું છે.
જેઠાલાલે દિવાળીના શુભ દિવસે આ કારની ડિલિવરી મેળવી હતી. દિવાળીના દિવસે કાર મળી હોવાને કારણે પરિવારની ખુશી બમણી થઈ ગઈ હતી. પરિવારે દિવાળીના પર્વની સાથે સાથે નવી કારની પણ ઉજવણી કરી હતી. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલ શરુ થઈ ત્યારથી દિલીપ જાેશી તેમાં જેઠાલાલનુ પાત્ર ભજવે છે.
આજે તેમને લોકો જેઠાલાલ તરીકે જ ઓળખે છે. જેઠાલાલ તરીકે લોકોએ તેમને ખૂબ પ્રેમ આપ્યો છે અને મોટી સંખ્યામાં તેમના ફેન્સ પણ છે. આટલી લોકપ્રિયતા હોવા છતાં દિલીપ જાેશી વધારે લાઈમલાઈટમાં આવવાનું પસંદ નથી કરતા. તે પોતાના અંગત અને વ્યવસાયિક જીવનને અલગ રાખવાનું પસંદ કરે છે.
દિલીપ જાેશીએ નવી કાર બાબતે પણ કોઈ સત્તાવાર જાહેરાત નથી કરી અને સોશિલ મીડિયા અકાઉન્ટ પર કોઈ તસવીર પણ શેર નથી કરી. તાજેતરમાં દિલીપ જાેશીએ કહ્યુ હતું કે, મને વેબ શૉ માટેની ઘણી ઓફર મળે છે. પરંતુ હમણાં હું આ સીરિયલ સાથે જાેડાઈ રહેવા માંગુ છું.
ડિજિટલ માધ્યમની તક વિષે હું પછી વિચાર કરીશ. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા એવી અટકળો સામે આવી હતી કે દિલીપ જાેશી અને તેમના કો-એક્ટર્સ વચ્ચે ખટરાગ ચાલી રહ્યો છે. તારક મહેતાનો રોલ કરતા શૈલેષ લોઢા અને ટપુનો રોલ કરતા રાજ અનડકત સાથે તેમને કોઈ મનભેદ ચાલી રહ્યા છે.
પરંતુ દિલીપ જાેશીએ આ અટકળોને ફગાવી હતી. તેમણે કહ્યુ હતું કે, અમે ૧૩ વર્ષથી એકસાથે કામ કરી રહ્યા છે. લોકો જ્યારે આ પ્રકારની વાતો કરે છે મને હસવું આવે છે. સોશિયલ મીડિયા પર ધ્યાન ખેંચવા માટે આ પ્રકારની વાતો ઘડવામાં આવે છે. હવે મને આ પ્રકારની બાબતો પર સ્પષ્ટતા આપવાનું પણ મન નથી થતું. અમારી ટીમ ઘણી સારી છે.SSS