Western Times News

Gujarati News

૩ દિવસમાં ૧૦૮માં ૧૧ હજારથી વધુ ઈમરજન્સીના કેસો નોંધાયા

પ્રતિકાત્મક

અમદાવાદ, દિવાળીના તહેવારમાં રાજ્યમાં સામાન્ય દિવસો કરતાં ઈમરજન્સીના કેસોમાં ૧૦ ટકા સુધીનો વધારો નોંધાયો છે. રવિવારે જાહેર કરાયેલાં રિપોર્ટમાં આ હકીકત સામે આવી છે. ઈમરજન્સીના કેસોમાં બર્ન્સ સહિતના કેસોનો સમાવેશ થાય છે. જીવીકે, ઈમરજન્સી મેનેજમેન્ટ એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટના વિશ્લેષણ મુજબ નવેમ્બર ૪થી ૬ દરમિયાન રાજ્યમાં દિવાળી, બેસતું વર્ષ અને ભાઈબીજ મનાવવામાં આવી રહી હતી, તે દરમિયાન ઈમરજન્સીના કેસોમાં ગત વર્ષ કરતાં ૬ ટકાનો વધારો જાેવા મળ્યો છે.

આ ઉપરાંત ઊંચાઈએથી પડવાના તેમજ શારીરિક ઈજાઓનાં કેસોમાં ૩ દિવસ દરમિયાન વધારો જાેવા મળ્યો છે. જીવીકે-ઈએમઆરઆઈ રાજ્યમાં પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશિપ મોડેલ હેઠળ ૧૦૮ એમ્બ્યુલન્સનું સંચાલન કરે છે. અને સામાન્ય દિવસોમાં જ્યારે ઈમરજન્સીના કેસો ૩૫૪૬ (૩ દિવસમાં ૧૦૬૩૮ કેસો) નોંધાતા હોય છે, ત્યારે દિવાળીના ૩ દિવસમાં રાજ્યમાં ૧૧૭૫૬ ઈમરજન્સી કેસો નોંધાયા હતા.

રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, દાઝવાના કેસોમાં દિવાળીમાં ૧૮૫ ટકા (૨૦ કેસો), બેસતા વર્ષમાં ૧૨૯ ટકા (૧૬ કેસો) અને ભાઈબીજના દિવસે ૧૫૭ ટકા (૧૮ કેસો) નોંધાયા હતા. સામાન્ય દિવસોમાં સરેરાશ ૭ કેસો નોંધાતા હોય છે.

આ ઉપરાંત રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, દિવાળી, ન્યૂ યર, ભાઈબીજ એમ ૩ દિવસોમાં ઊંચાઈએથી પડવાના અને શારીરિક ઈજાના કેસોમાં પણ વધારો નોંધાયો છે. સામાન્ય દિવસો કરતાં દિવાળીના ૩ દિવસોમાં આવાં કેસોમાં ૩૬.૬ ટકા (૪૦૩ કેસો), ૭૮.૩ ટકા (૫૨૬ કેસો), ૨૫.૪૨ ટકા (૧૨૯૯ કેસો) નોંધાયા હતા.

જાે કે, ઈમરજન્સીના કેસો વધવાની જેટલી વિચારણા કરવામાં આવી હતી, તે મુજબ કેસો વધ્યા ન હતા. જીવીકે દ્વારા કુલ ૧૩૪૪૦ ઈમરજન્સી કેસો નોંધાશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. પણ તેના કરતાં ૧૨.૫ ટકા ઓછા એટલે કે ૧૧૭૫૬ ઈમરજન્સી કેસો નોંધાયા હતા.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.