સુષ્મા સ્વરાજ પદ્મ વિભૂષણ, સિંધુ પદ્મભૂષણથી સન્માનિત
નવી દિલ્હી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સોમવારે ૨૦૨૦માં પદ્મ પુરસ્કાર માટે પસંદ કરવામાં આવેલી હસ્તિઓને સન્માનિત કરી. આ માટે નામોનુ એલાન ગયા વર્ષ જ કરી દેવાયુ હતુ. અલગ-અલગ ક્ષેત્રમાં વિશેષ યોગદાન આપનાર નાગરિકોને આજે ત્રણ શ્રેણીઓમાં પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી સોંપવામાં આવ્યા.
આ વર્ષે પદ્મ વિભૂષણ માટે સુષ્મા સ્વરાજનુ નામ નક્કી કરવામાં આવ્યુ હતુ. તેમને આ પુરસ્કાર મરણોપરાંત આપવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પાસેથી આ સન્માન લેવા સુષ્મા સ્વરાજની દિકરી બાંસુરી સ્વરાજ પહોંચી.
રાષ્ટ્રપતિએ બેડમિન્ટનની સ્ટાર ખેલાડી પી વી સિંધુને પદ્મ ભૂષણથી સન્માનિત કર્યા. સિંધુ હજુ સુધી ભારત માટે કેટલાક આંતરરાષ્ટ્રીય ખિતાબ જીતી ચૂક્યા છે. ચિકિત્સા ક્ષેત્રમાં સેવા માટે એર માર્શલ પદ્મા બંદોપાધ્યાયને રાષ્ટ્રપતિએ પદ્મશ્રીથી સન્માનિત કર્યા.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે લોકપ્રિય હિંદુસ્તાની શાસ્ત્રીય નાયક પંડિત છન્નૂલાલ મિશ્રાને પદ્મ વિભૂષણ પુરસ્કારથી સન્માનિત કર્યા. પાકિસ્તાનની નાગરિકતા છોડીને ભારતની નાગરિકતા લેનાર લોકપ્રિય ગાયક અદનાન સામીને પદ્મશ્રી થી સન્માનિત કરવામાં આવ્યા.
આઈસીએમઆરના પૂર્વ હેડ સાઈન્ટિસ્ટ ડૉક્ટર રમન ગંગાખેડકરને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. કોરોના મહામારી દરમિયાન ડોક્ટર ગંગાખેડકર સતત પ્રેસ કોન્ફરન્સ કરીને લોકોને મહત્વની જાણકારી પુરી પાડતા રહ્યા.
બોલીવુડ અભિનેત્રી કંગના રનૌતને પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવ્યો. કંગનાને તાજેતરમાં જ રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરાઈ ચૂક્યા છે. ભારતીય મહિલા હૉકી ટીમની કપ્તાન રાની રામપાલે પણ રાષ્ટ્રપતિએ પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કર્યા. રાનીની કેપ્ટનશિપમાં મહિલા ટીમે આ વખતે ઓલંપિકમાં જાેરદાર પ્રદર્શન કર્યુ.SSS