મેઘરજમાં માર્ગ અને મકાન વિભાગ ધ્વારા જાહેર માર્ગ પર ખડકાયેલ ગેરકારદેસર દબાણો દુર કરાયા
(પ્રતિનિધિ) મેઘરજ, અરવલ્લી જીલ્લાના મેઘરજ નગરમાં શુક્રવારના રોજ મોડાસા ઉન્ડવા રાજ્ય ધોરીમાર્ગ,માલપુર માર્ગ અને પંચાલ માર્ગ ઉપર છેલ્લા કેટલાય સમયથી તાણી બાંધેલ કાચા-પાકા અને લારી ગલ્લા તેમજ શેડ જેવા દબાણો માર્ગ અને મકાન વિભાગ તેમજ તંત્ર ધ્વારા કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે દુર કરાતા દબાણકારોમાં દોડધામ મચી હતી.
મેઘરજના મોડાસા રોડ પર આવેલ સરકારી વિશ્રામગ્રૃહથી વાત્રક નદીના પુલ સુધી તેમજ માલપુર અને પંચાલ માર્ગ ઉપર છેલ્લા કેટલાય સમયથી લારી, ગલ્લા, શેડ અને વેપારીઓ ધ્વારા દુકાનોની ચીજવસ્તુઓ બહાર કાઢી ગેરકાયદેસર દબાણો ખડકી દેવામાં આવતા મેઘરજમાં વારંવાર દબાણની સમસ્યાથી ટ્રાફિકની સમસ્યા સર્જાથી હતી જેના અનુસંધાને માર્ગ અને મકાન વિભાગ ધ્વારા આવા ગેરકાયદેસર દબાણકારોને વારંવાર નોટીસો આપવા છતા દબાણો દુર નકરાતા માર્ગ અને મકાન વિભાગના ઈજનેર ગાયકવાડ,કીરણ પરમાર પોલીસ તંત્ર અને વહીવટીતંત્રને સાથે રાખે વહેલી સવારથીજ જેસીબી,ડમ્પર અને ટ્રૈક્ટરો ધ્વારા ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી
જેમાં માર્ગના બંને બાજુના ૧૨ મીટર સુધીમાં ખડકાયેલ લારી,ગલ્લા,શેડ અને કાચા પાકા બાંધકામ સહીતના સો જેટલા દબાણો દુર કરાયા હતા જેમાં ઈસરી પી.આઈ.તાવીયાડ,મેઘરજ પોલીસ સ્ટેશનના પો.સ.ઈ પી.ડી.રોઠોડ તેમજ મોટા પ્રમાણમાં પોલીસકર્મીઓની હાજરી માં દબાણો દુર કરાયા હતા દબાણ કામગીરી દરમિયાન કોઈ અનીચ્છનીય બનાવ ન બનેતે માટે મેઘરજ પોલીસ ધ્વારા કડક બંદોબસ્ત પુરો પડાયો હતો.*