પત્નીએ પતિને કૂતરો બનાવી ગળામાં ચેન બાંધી ફેરવ્યો
બ્રાઝિલ, બ્રાઝિલના એક રેલવે સ્ટેશન પર હાજર લોકો એક મહિલાને જાેઈને સ્તબ્ધ થઈ ગયા. કારણ કે મહિલા તેના પતિ સાથે કૂતરા જેવું વર્તન કરતી હતી. મહિલાનો પતિ કૂતરાના ગેટઅપમાં હતો અને તેના ગળામાં ચેન પણ બાંધેલી હતી.
ઘણીવાર સુધી મહિલા પતિ સાથે આ રીતે જ ફરતી રહી. જાણે કોઈ ડોગને ટહેલાવતી હોય. આ જાેઈને લોકો તથા સાથે સાથે સ્ટેશન પર તૈનાત પોલીસકર્મીઓ પણ ચોંકી ગયા હતા. કોઈને કઈ સમજમાં ન આવ્યું કે આ શું થઈ રહ્યું છે. ડેઈલી સ્ટારના રિપોર્ટ મુજબ મહિલાનું નામ લૌના કાઝકી છે અને તેના પતિનું નામ આર્થર ઓ ઉર્સો છે.
લૌનાએ તેના પતિને કૂતરાનો ગેટઅપ પહેરાવ્યો અને તેના ગળામાં પટ્ટો બાંધીને ભીડવાળા રેલવે સ્ટેશન પર લઈ ગઈ. અહીં તે ઘણીવાર સુધી આર્થર સાથે એવી રીતે ઘૂમતી રહી કે જાણે કૂતરાને લઈને ફરતી હોય. કપલનો દાવો છે કે આ પ્રકારે ડોગ બનીને જાહેર સ્થળ પર જવાથી કામવાસના વધે છે.
આર્થર ઓ ઉર્સોનો ડ્રેસ ચામડાથી બનેલો હતો અને તેમાં ચેન પણ લાગેલી હતી. આ દમરિયાન કપલે સ્ટેશન પર ફોટોશૂટ પણ કરાવ્યું. એક ફોટામાં લૌના પતિ આર્થરના ગળામાં બાંધેલી ચેન ખેંચતી જાેવા મળી. સ્ટેશન પર જેણે પણ કપલની આ હરકતો જાેઈ તે થોડીવાર માટે તો વિચારમાં જ પડી ગયા કે આખરે આ મામલો શું છે. લોકો બંનેને ઘૂરી ઘૂરીને જાેતા રહ્યા.
આર્થરે કહ્યું કે લોકો મારા કપડાં જાેઈને આશ્ચર્યમાં પડી ગયા. તેમના માટે આ એક નવો અનુભવ હતો. સ્ટેશન બાદ કપલ આ અંદાજમાં અન્ય જાહેર સ્થળો ઉપર પણ ફર્યું. પતિ આર્થરે દાવો કર્યો કે આ એક અલગ પ્રકારનો રોમાંચ છે અને તેનાથી તેમની કામવાસના વધે છે. તેણે કહ્યું કે બીજા લોકોને ભલે આ અજીબ લાગે પરંતુ અમારી સેક્સ લાઈફ તેનાથી સારી થાય છે.
અત્રે જણાવવાનું કે કેનેડામાં પણ એક મહિલાએ આ જ પ્રકારની હરકત કરી હતી. જાે કે આ માટે તેણે દંડ પણ ભરવો પડ્યો હતો. મહિલા તેના પતિને ચેનથી બાંધીને રસ્તાઓ પર ઘૂમતી જાેવા મળી હતી. તેણે લોકોને કહ્યું હતું કે તે પોતાના કૂતરાને ફેરવવા નીકળી છે. જ્યારે કેટલાક અન્ય લોકોનું કહેવું છે કે સેક્સ લાઈફને સારી બનાવવા માટે પતિને કૂતરો બનાવીને ઘૂમવું એ સમજ બહારની વાત છે. કામેચ્છા વધારવા માટે આ પ્રકારનું પ્રદર્શન કરવું યોગ્ય નથી.SSS