Western Times News

Gujarati News

AIIMSમાં સરકારી નોકરી માટે ભરતી બહાર પડી

નવી દિલ્હી, ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ પટનાએ ફેકલ્ટી પદો પર ભરતી માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે. રસ ધરાવતા ઉમેદવારો આ પદો પર ભરતી માટે ઓફિશિયલ વેબસાઈટ aiimspatna.org દ્વારા નોટિફિકેશન જાહેર થયાના ૨૧ દિવસમાં એટલે કે ૨૭ નવેમ્બર ૨૦૨૧ સુધીમાં ઓનલાઈન અરજી કરી શકે છે.

સરકારી નોકરી કરવા માંગતા ઉમેદવારો માટે એઇમ્સ પટનામાં નોકરીની તક સામે આવી છે. શૈક્ષણિક યોગ્યતા અને અન્ય વિગતો ચકાસી અને ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ પ્રક્રિયાથી વિવિધ વિભાગોમાં પ્રોફેસર, આસિસ્ટન્ટ પ્રોફેસર, એસોસિયેટ પ્રોફેસર અને એડિશનલ પ્રોસેસરની કુલ ૧૫૮ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.

મહત્વનું છે કે, આ જગ્યાઓ પર ભરતી માટે અરજીના આધારે ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવામાં આવશે. ત્યારબાદ શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને ઈન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે. જાેકે, ઈન્ટરવ્યુ સંબંધિત માહિતી ઉમેદવારોને યોગ્ય સમયે મેઇલ દ્વારા જણાવાશે. પ્રોફેસર અને એડિશનલ પ્રોફેસરના પદો પર ભરતી માટે ઉમેદવારની ઉંમર ૫૮ વર્ષથી વધુ ન હોવી જાેઈએ.

જ્યારે એસોસિયેટ પ્રોફેસર અને આસિસ્ટન્ટ પ્રોફેસર માટે મહત્તમ વય મર્યાદા ૫૦ વર્ષ નક્કી કરાઈ છે. જાેકે સરકારી નિયમો અનુસાર, અનામત વર્ગના ઉમેદવારોને આ જગ્યાઓ પર ભરતી માટે ઉપલી વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.

AIIMS પટનામાં પ્રોફેસર સહિત અન્ય જગ્યાઓ પર ભરતી માટે ઉમેદવાર પાસે કેટલાક વર્ષોનો અનુભવ સહીત મેડિકલ ડિગ્રી અને પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી જાેઈએ. તમામ પોસ્ટ્‌સ માટેની પાત્રતા અલગ રીતે નક્કી કરવામાં આવી છે, જેથી ઉમેદવારો વિગતવાર માહિતી માટે ઓફિશિયલ નોટોફિકેશન જાેઈ શકે.

રસ ધરાવતા ઉમેદવારો AIIMS પટના ફેકલ્ટી ભરતી ૨૦૨૧ માટે ઓફિશિયલ વેબસાઈટ aiimspatna.org પર ઑનલાઇન અરજી કરી શકે છે. જે બાદ ઉમેદવારોએ અરજીની નકલ અને અન્ય જરૂરી દસ્તાવેજાે નોટિફિકેશનમાં જણાવાયેલા સરનામે મોકલવાના રહેશે. અરજી કરવા માટે જનરલ અને OBC કેટેગરીના ઉમેદવારોએ ૧૫૦૦ રૂપિયા અરજી ફી ચૂકવવી પડશે, જયારે SC/ST/EWS કેટેગરીના ઉમેદવારોએ ૧૨૦૦ રૂપિયા અરજી ફી ચૂકવવી પડશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.