Western Times News

Gujarati News

મહિલાને સોશિયલ મીડિયામાં સુંદરતાને લીધે ગાળો પડે છે

નવી દિલ્હી, સ્લોવાકિયાની ૨૫ વર્ષની ઇંસ્ટાગ્રામ મોડલનું દુ ઃખ દુનિયાથી અલગ છે. વેરોનિકા રાજેક નામની મોડલનું કહેવું છે કે લોકો તેની સુંદરતાથી એટલા ઇર્ષ્યા કરે છે કે સોશિયલ મીડિયા પર તેને ગાળો પડતી રહે છે. તેના ફોલોઅર્સને પણ એ વાતનો વિશ્વાસ નથી થતો કે તે નકલી પણ નહીં પણ ઓરિજનલ રીતે આટલી સુંદર દેખાય છે.

યુવતીઓ તેમની આસપાસ પણ આવવા દેતી નથી કારણ કે તેને ડર હોય છે કે વેરોનિકા તેના બોયફ્રેન્ડને ઝુંટવી લેશે. Miss Slovakia ૨૦૧૬ બ્યૂટી પેજેંટમાં ફાઇનલ સુધી પહોંચેલી વેરોનિકા હવે ઇંસ્ટાગ્રામ પર મોડલિંગ કરે છે. તેનો દાવો છે કે લોકો તેના વિશે વિચાર છે કે તે પોતાના લૂકને લઇને ખોટું બોલે છે અને તેની સુંદરતા કોઇ છળકપટ છે.

વેરોનિકાનું કહેવું છે કે તેને સોશિયલ મીડિયા પર ઘણી ટ્રોલ કરવામાં આવે છે અને તેના વિશે આડી-અવળી વાતો કરવામાં આવે છે. તેનું માનવું છે કે બધાનું કારણ તેની સુંદરતા છે. જેને લોકો માટે પચાવવી ઘણી મુશ્કેલ સાબિત થઇ રહી છે. ૨૫ વર્ષની સ્લોવાકિયન મોડલની પ્રોફાઇલથી લઇને ઘણી વખત ફોલોઅર્સ એ રિપોર્ટ પણ કરી ચૂક્યા છે કે તે નકલી છે.

આ કારણે તેની પ્રોફાઇલ ડિલીટ કરવામાં આવી ચૂકી છે. તેના પર એ આરોપ પણ લગાડવામાં આવે છે કે તેણે પ્લાસ્ટિક સર્જરી કરાવીને પોતાને સુંદર બનાવી છે. વેરોનિકા જણાવે છે કે તેણે કોઇ સર્જરી કરાવી નથી. તેને પોતાને ઘણી વખત એલિયન પણ કહે છે કારણ કે લોકોને વિશ્વાસ નથી થતો કે કોઇ વ્યક્તિ આટલી સુંદર હોઈ શકે છે. તેને લોકો રોબોટ કે માયાવી માની લે છે. ઓસ્ટ્રિયાના વિયનામાં રહેનારી મોડલ ઇંસ્ટાગ્રામ પર @veronikarajek નામથી એકાઉન્ટ પણ ચલાવે છે.

તેના પિક્ચર્સ પર આવા મેસેજ ઘણા જાેવા મળે છે. તે પોતાની તસવીરોમાં ફિલ્ટરનો ઉપયોગ કરીને તેને સુંદર બનાવે છે. તેના ૧૦ લાખથી વધારે ફોલોઅર્સ છે. તેને પુરુષો મેસેજ કરતા કહે છે કે તેના હોવા પર વિશ્વાસ નથી. જ્યારે મહિલાઓ તેના હોવાની સાબિતી માંગે છે. વેરોનિકા કહે છે કે લોકો પાતળા કે જાડા હોય તો ટ્રોલ થાય છે પણ પરફેક્ટ હોવા છતા ટ્રોલ થઇ રહી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.