અનાથાશ્રમના બાળકોએ આધારકાર્ડ બનાવવા PM મોદીને પત્ર લખ્યો
નવી દિલ્હી, મોટાભાગના અનાથાલયોમાં રહેતા અનાથ બાળકો પાસે કોઈ ઓળખ હતી.કારણકે તેઓ તરછોડાયેલી હાલતમાં મળી આવતા હોય છે.
પ્રયાગરાજમાં આવેલા એક અનાથાલયમાં રહેતા બાળકોએ હવે પોતાને ઓળખ મળે તે માટે પીએમ મોદીને પોસ્ટ કાર્ડ લખીને ભાવુક અપીલ કરી છે કે, પીએમ અંકલ અમને આધાર કાર્ડ બનાવી આપો.જેથી અમને પણ સમાજમાં કોઈ ઓળખ મળી શકે.હવે બાળકો પીએમ મોદીના જવાબની રાહ જોઈ રહ્યા છે.
પ્રયાગરાજના અનાથાલયમાં આ બાળકો કેટલાય વર્ષોથી રહે છે.તેમાંથી મોટાભાગના તરછોડાયેલી હાલતમાં અહીંયા પહોંચ્યા હતા.તેમને હવે લાગી રહ્યુ છે કે, સમાજમાં અમારી પણ ઓળખ હોવી જોઈએ અને તેના માટે તેમણે પીએમ મોદીને પત્ર લખ્યો છે.
બાળકોને જો આધાર કાર્ડ મળે તો તેઓ સ્કોલરશિપ ફોર્મ પણ ભરી શકે તેમ છે.આધાર કાર્ડ વગર તેમને આ ફોર્મ ભરવા મળી રહ્યુ નથી.
પ્રયાગરાજની એનજીઓ ચલાવતા રાજીવ મિશ્રા તેમના આધાર કાર્ડ બનાવી આપવા માટે પ્રયાસ કરી રહ્યા છે.તેમનુ કહેવુ છે કે , બાળકોને પણ ઓળખ મળે તે જરુરી છે.