Western Times News

Gujarati News

200 દિવસ સ્પેસમાં વિતાવ્યા બાદ ચાર અવકાશયાત્રીઓ ધરતી પર પરત ફર્યા

મેક્સિકો, ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં 200 દિવસ વિતાવ્યા બાદ ચાર અવકાશયાત્રીઓ આખરે ધરતી પર પાછા ફર્યા છે.

સ્પેશ એક્સના અંતરિક્ષ યાન થકી તેમણે ફ્લોરિડા પાસે મેકિસકોના અખાતમાં ઉતરાણ કર્યુ હતુ.જોકે આ ચારે અવકાશયાત્રીઓએ ડાયપર પહેરી રાખ્યા હતા તે બાબત પર બધાનુ ધ્યાન ખેંચાયુ હતુ.

ઉતરાણ માટે એલન મસ્કની કંપની સ્પેસ એક્સના જે યાનનો આ અવકાશયાત્રીઓએ ઉયોગ કર્યો હતો તેનુ ટોયલેટ ખરાબ થઈ ગયુ હતુ.જેના કારણે રસ્તામાં કોઈ મુશ્કેલી  ઉભી ના થાય તે માટે તેમને ડાયપર પહેરવાની સલાહ આપવામાં આવી હતી.

તેમના ઉતરાણનુ નાસા દ્વારા લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવ્યુ હતુ.લાઈવ થર્મલ વિડિયો ઈમેજિંગમાં તેમનુ અંતરિક્ષ યાન કોઈ ઉલ્કા પિંડ જેવુ દેખાતુ હતુ.

આ ચાર અંતરિક્ષ યાત્રીઓ અમેરિકા, ફ્રાંસ અને જાપાનના છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.