દિયોદર તેમજ કાંકરેજ તાલુકામાં ઐતિહાસિક આત્મ દર્શન પદયાત્રાનું આયોજન કરાયુ
દિયોદર ઓગડધામ થળીથી સંત સદારામ બાપા આશ્રમ (ટોટાણા) સુધી પદયાત્રા નીકળી
કાંકરેજ, ગુજરાત ક્ષત્રીય ઠાકોર સેના પ્રમુખ બનાસકાંઠાના ડી.ડી.જાલેરા અને મુકેશ ઠાકોર, કાંકરેજના રમેશ ઠાકોર અને કનુજી ઠાકોર (ખારિયા) સહિત મોટી સંખ્યામાં સમગ્ર ગુજરાતમાંથી જી.કે.ટી.એસ.ના કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા અને દર્શન કરી ધન્યતા અનુભવીને એકતાના દર્શન કરાવ્યાં હતા.
જાે કે, આ આત્મદર્શન ઐતિહાસિક પદયાત્રામાં દરેક સમાજન અગ્રણીઓ સાથે નીકળતાં અલ્પેશ ઠાકોરના ૪૭માં જન્મ દિવસની શુભેચ્છા પાઠવી હતી ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પદયાત્રા કરીને બાપા સદારામ ધામમાં દર્શન કરી દાસબાપુના આશિર્વાદ લીધા હતા, જ્યાં રેલી સભામાં ફેરવાઈ હતી.
૨૦૨૨ની આવનાર વિધાનસભા ચૂંટણી બાબતે અલ્પેશ ઠાકોરને મીડિયા દ્વારા પૂછવામાં આવતા એમને ફેરવી તોળ્યું હતું અને બાપાના દરબારમાં દર્શન કરવા અને આશિર્વાદ લેવા માટે આવ્યાં હોવાનું જણાવ્યું હતું. વર્ષ ૨૦૧૭ની કાંકરેજ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સામે કોંગ્રેસના ડી.ડી.જાલેરાએ ૮૭૫૪૨ મત લઇને ભાજપને ટક્કર આપી હતી
પરંતુ કુદરતકા જાદુ ચલ ગયા અને હવે ભાજપમાં જાેડાયા છે ત્યારે હવે આવનાર સમયમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ તરફથી ટિકિટ માટે આ આત્મદર્શન ઐતિહાસિક પદયાત્રાને શક્તિ પ્રદર્શન કહી શકાય એવા અણસાર દેખાય છે હવે પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનો અમુક બાબતે સમાજમાં વિરોધ પણ જાેવા મળે છે.
જાે કે થોડા દિવસ પહેલાં જ ફેસબુકમાં ઘણા બધા લોકોએ આ આત્મદર્શન ઐતિહાસિક પદયાત્રાને યુવાનો માટે નુકસાન થાય તેવી ગણાવી હતી, પરંતુ હવે આવનાર સમયમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા કોને ટિકિટની ફાળવણી કરવામાં આવશે તે જાેવું રહ્યું. કારણ કે, કાંકરેજ તાલુકામાં ઠાકોર સમાજનો દબદબો યથાવત રહેવા પામ્યો છે અને દરબાર અને ઠાકોર સમાજના મતો નિર્ણાયક ભૂમિકા ભજવે છે.