કોરોના કાળમાં ૧૦,૬૬૭ ખેડૂતોએ અને ૧૧,૭૧૬ વેપારીઓએ આત્મહત્યા કરી
કોરોના વર્ષ ર૦ર૦માં ખેડૂતો કરતા વેપારીઓએ વધુ આત્મહત્યા કરી
નવી દિલ્હી, કોરોના વાઈરસ મહામારીએ કેટલો વિનાશ નોતર્યો છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ર૦૧૯ની સરખામણીમાં ર૦ર૦માં આત્મહત્યા કરનારાઓમાં ખેડૂતો કરતા બિઝનેસમેનોની સંખ્યા વધારે છે.
ર૦ર૦માં મહામારીના કારણે આર્થિક સંકટના એક વર્ષ દરમિયાન વેપારીઓ અને બિઝનેસમેનોમાં આત્મહત્યાના કેસોમાં પ૦ ટકાની વૃદ્ધિ જાેવા મળી છે. વર્ષ ર૦ર૦માં ખેડૂતોની સરખામણીમાં આત્મહત્યા કરનારા બિઝનેસમેનોની સંખ્યા વધારે છે તેમ એનસીબીના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.
નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (એનસીબી)ના તાજેતરના આંકડાઓ મુજબ વર્ષ ર૦ર૦માં એક જ વર્ષમાં ૧૦૬૬૭ ખેડૂતોની સરખામણીમાં ૧૧૭૧૬ બિઝનેસમેનોના આત્મહત્યા કરવાથી મોત થયા હતા. આત્મહત્યા કરનારા ૧૧૭૧૬થી વધુ બિઝનેસમેનોમાં ૪૩પ૬ ટ્રેડસમેન અને ૪રર૬ વેન્ડર્સ એટલે કે વિક્રેતા હતા.
આત્મહત્યા કરનારા અન્ય બિઝનેસમેનોને અન્ય શ્રેણીમાં રાખવામાં આવ્યા છે.ર૦૧૯માં ર૯૦૬ વેપારીઓએ આત્મહત્યા કરી હતી જે વધીને ર૦ર૦માં ૪૩પ૬ વેપારીઓએ આત્મહત્યા કરી હતી એટલે કે ર૦૧૯ની સરખામણીમાં ર૦ર૦માં વેપારીઓની આત્મહત્યાના પ્રમાણમાં ર૯ ટકાની વૃદ્ધિ જાેવા મળી છે.
આ દરમિયાન દેશમાં કુલ આત્મહત્યાનું પ્રમાણ ૧૦ ટકા વધીને ૧,પ૩,૦પર થઈ ગયું છે જે અત્યાર સુધીનું સૌથી વધુ પ્રમાણ છે. પરંપરાગત રીતે ખેડૂતોની સરખામણીમાં વેપારીઓમાં આત્મહત્યાનું પ્રમાણ ઓછું જાેવા મળે છે. જાેકે વર્ષ ર૦ર૦માં વેપારીઓ કોરોના મહામારીને કારણે તણાવગ્રસ્ત રહેતા હતા. (એન.આર.)