ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ દ્વારા ફાર્મસી વીકનું આયોજન
અરિહંત સ્કૂલ ઓફ ફાર્મસી અને બી આર આઇ, અડાલજ ખાતે ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ, અમદાવાદ દ્વારા પ્રાયોજિત ફાર્મસી વીક નું તારીખ 23-9-2019 થી 27-9-2019 દરમ્યાન આયોજન કરવામાં આવેલ છે. જેના ભાગરૂપે કોલેજ દ્વારા તારીખ – 27-9-2019 ના રોજ ગાંધીનગર જિલ્લાના તારાપુર ગામે વુમન હેલ્થ કાઉન્સિલિંગનું આયોજન કરવામાં આવેલ હતું. આ ઉજવણીની મુખ્ય થીમ ” ગામડાની સ્ત્રીઓની પોતાના સ્વાથ્ય પ્રત્યેની જાગૃતિ” રાખવામાં આવી હતી,
આ કાર્યક્મમાં 83 વિધાર્થીનીઓ અને 3 શિક્ષકો, ડો.અદિતિ બારીયા , કાશ્મીરા દુધાત્રા અને રુચિ ખત્રીના માર્ગદર્શન હેઠળ તારાપુર ગામની સ્ત્રીઓને તેમના સ્વાથ્ય અને ઘરની સ્વ્ચ્છતા જાળવવા અંગે માહિતી આપી હતી. આ ઉપરાંત ગુજરાત સરકારની સામુહિક આરોગય કેન્દ્ર દ્વારા ફાળવવામાં આવતી મફત સેવાઓની પણ જાણકારી આપી હતી, અને એ સેવાઓનો લાભ લઈ પોતાની તંદુરસ્તી જાળવવાની વિનંતી કરી હતી. તારાપુર ગામની સ્ત્રીઓએ પણ ઉત્સાહપૂર્વક અને ભાવપૂર્વક વિધાર્થીઓની આપેલ માહિતીને આવકારી હતી.