મારા સમયમાં શ્રેષ્ઠ ટીમનું ગઠન કર્યુ: રવિ શાસ્ત્રી
મુંબઈ, ઈન્ડિયન ક્રિકેટ ટીમના હેડ કોચ તરીકેનો કાર્યકાળ પૂરો થઈ ગયા બાદ રવિ શાસ્ત્રીએ પોતાના પ્રથમ ઈન્ટરવ્યુમાં રવિ શાસ્ત્રીએ ઓસ્ટ્રેલિયામાં બે સીરિઝ જીતવા, આઈસીસીટ્રોફી ન જીતવા, તેમના અનુગામી રાહુલ દ્રવિડ અને અન્ય ઘણા મુદ્દાઓ વિશે વાત કરી હતી.
શું તમે ભારતીય ક્રિકેટ ટીમના કોચ તરીકેના તમારા કાર્યકાળથી સંતુષ્ટ છો? અલબત્ત, મારી અપેક્ષા કરતાં વધુ સારું. હા, મારી તિજાેરીમાં થોડી વધુ ટ્રોફી હોત તો સારું થાત. પરંતુ, હું અહીં સિલ્વર ટ્રોફી કરતાં વધુ સ્ટીલ માટે હતો. હું આ ટીમને આ રીતે બનાવી શક્યો.
આ ટીમની ગણતરી ક્રિકેટ રમવા માટે શ્રેષ્ઠ ટીમોમાં થશે. આ ટીમની ગણના સર્વકાલીન શ્રેષ્ઠ ટીમોમાં થશે. તમે કોઈપણ રીતેજુઓ, તમે કહેશો કે તે ખૂબ જ સારી ક્રિકેટ ટીમ છે.
કોચ તરીકે આનાથી વધુ સારો અનુભવ કોઈ હોઈ શકે નહીં. ટેસ્ટ ક્રિકેટમાં ટીમે કેવું પ્રદર્શન કર્યું તેની ઘણી ચર્ચા થઈ રહી છે, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડની બે શ્રેણી જીતવામાં ટીમના પ્રદર્શન વિશે તમારું શું માનવું છે? એક કોચ તરીકે હું કહી શકું છું કે તે બે શ્રેણી મારા માટે સર્વસ્વ છે.
ઘણા મુખ્ય ખેલાડીઓ ઈજાના કારણે બહાર હોવા છતાં તેમને બતાવ્યું કે તેઓ કઈ વસ્તુથી બનેલા છે. ભારતીય ક્રિકેટ આખરે શું છે? સ્ટીલ… અને હું કહેવા માંગુ છું કે છોકરાઓએ મારી અપેક્ષા કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું. અમે ઈંગ્લેન્ડમાં ફરી શાનદાર ક્રિકેટ રમ્યા.
લોર્ડ્સની જીતનું ઉદાહરણ છે, અમે ટીમને ૫૦ ઓવરમાં ઓલઆઉટ કરી દીધી. તમે જાેશો, તો તમને ખબર પડશે કે હું શેના વિશે વાત કરી રહ્યો છું. પરંતુ એક ટીમ તરીકે આઈસીસીટ્રોફી ન જીતી શકવું કેટલું દુઃખ આપે છે? અલબત્ત, જેમ મેં કહ્યું હતું કે હું વધુ જીતવા માંગતો હતો, પરંતુ અહીં ટીમ બનાવવાની વાત છે, ટેસ્ટ સિરીઝ જીતવાની વાત છે, મજબૂત ટીમ બનાવવાની વાત છે અને તેથી જ હું ત્યાં ગયો.
તેથી, મને કોઈ દુઃખ કે ચિંતા નથી. તમે તમારા પાર્ટનર ભરત અરુણ (બોલિંગ કોચ) અને આર. શ્રીધર (ફિલ્ડિંગ કોચ) વિશે શું કહેશો? ભરત મારો મિત્ર, ભાઈ અને ઘણું બધો છે. તેમણે આ ટીમ સાથે જે કર્યું તેની તુલના કરી શકાતી નથી. તે મારા કરતા ખેલાડીઓ સાથે સારો તાલમેલ ધરાવે છે કારણ કે તે તેમના અંડર-૧૯ દિવસોથી તેમની સાથે છે, જ્યારે તેઓ નેશનલ ક્રિકેટ એકેડમીમાં હતા.
રમત, સ્પોર્ટ્સ સાયન્સ અને બાયોમેટ્રિક્સને લઈને તેમની સમજનો કોઈ મેળ નથી. ભારતીય ટીમને ભરત કરતા સારા મેન્ટર મળી શકે તેમ નથી. વિશ્વમાં હું જેટલા પણ લોકોને મળ્યો તેમાંથી શ્રીધર સૌથી સારા ફિલ્ડિંગ કોચ છે. તેમણે જે રીતે ટીમને તૈયાર કરી છે તે અદ્ભુત છે. તે ગમે તે કરશે, જ્યાં પણ જશે, તેમનું ભવિષ્ય ઉજ્જવળ છે. વિરાટ કોહલીએ ભારતની ટી૨૦ ટીમના કેપ્ટન પદેથી રાજીનામું આપી દીધું છે.
તમારા બંને વચ્ચે સારો સંબંધ હતો? કોહલી છેલ્લા પાંચ વર્ષમાં તે ટેસ્ટ ક્રિકેટ માટે સૌથી વધુ અવાજ ઉઠાવનાર ખેલાડી છે. તે એક શાનદાર બેટ્સમેન અને ખેલાડી છે. આટલા વર્ષો સુધી તેની સાથે કામ કર્યા પછી ટીમ બનાવવી એ ખરેખર ગર્વની વાત છે.
હું તેમને ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવું છું. રોહિત એક શાનદાર કેપ્ટન છે. જ્યારે પણ તેને કોઈ પણ ટીમના કેપ્ટન બનવાની તક મળી છે, ત્યારે તેનું પ્રદર્શન સારું રહ્યું છે. મને આ વાતમાં કોઈ શંકા નથી કે તે એક મહાન કેપ્ટન સાબિત થશે. તે મર્યાદિત ઓવરના ક્રિકેટમાં સર્વકાલીન મહાન બેટ્સમેનોમાંનો એક છે.
હવે તેણે ટેસ્ટ ક્રિકેટમાં પણ પોતાનો રંગ જમાવી લીધો છે. રોહિત શર્માને ટેસ્ટ ક્રિકેટમાં સફળતા મેળવતા જાેવું એ મારા માટે શ્રેષ્ઠ ક્ષણોમાંની એક હતી. તમે એક સારી ટીમ આપીને જઈ રહ્યા છો, ટીમનો પાયો મજબૂત છે અને તેનાથી રાહુલ દ્રવિડને ઘણી મદદ મળશે હું રાહુલને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. તેઓ ભારતના મહાન બેટ્સમેનોમાંના એક છે. તેઓ એક એવી ટીમની કમાન સંભાળશે જે યુદ્ધ માટે તૈયાર છે.
તેઓ જાણશે કે તેમની પાસે કેટલાક મહાન ખેલાડીઓ છે અને મને ખાતરી છે કે તેઓ સ્તરને વધુ આગળ લઈ જશે અને ભારતીય ક્રિકેટ માટે ખરેખર કેટલીક મહાન વસ્તુઓ હાંસલ કરશે. તેમના કદના વ્યક્તિત્વ પાસેથી એવી જ અપેક્ષા રાખી શકાય. અને હવે રવિ શાસ્ત્રીનું શું? તે અહીંથી ક્યાં જશે? કોમેન્ટ્રી કે આઈપીએલ, તમારી યોજના શું છે? અત્યારે કોઈ યોજના નથી. મારા હાથની પાંચ આંગળીઓની જેમ મારી પાસે પાંચ અલગ અલગ તકો છે. કોમેન્ટરી તેમાંથી એક છે. જાેઈએ કે, હું ક્યાં જાઉં છું.SSS