ગુજરાતમાં કોરોનાએ ફરી માંથુ ઉંચક્યુઃ નવા ૪૨ કેસ
અમદાવાદ, રાજ્યમાં દિવાળીના તહેવાર બાદ કોરોના કેસમાં અચાનક ઉછાળો જાેવા મળ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૪૨ નવા કેસ નોંધાયા છે. જ્યારે ૩૬ દર્દીઓ સાજા થયા છે. તો રાજ્યમાં આજે કોરોનાથી એકપણ મોત નોંધાયું નથી. ૨૦ સપ્ટેમ્બરે પહેલી અને બીજી લહેરના સૌથી ઓછા ૮ કેસ નોંધાયા હતા.
જ્યારે ૧૪ જુલાઈએ ૪૧ કેસ નોંધાયા હતા. ત્યાર બાદ ૧૧ નવેમ્બરે ૪૨ નવા કેસ નોંધાયા છે. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ ૧૬ કેસ નોંધાયા છે. જ્યારે ૩ શહેર અને ૨૫ જિલ્લામાં એકપણ નવો કેસ નોંધાયો નથી. તેમજ રાજ્યનો રિક્વરી રેટ ૯૮.૭૫ ટકા પર સ્થિર રહ્યો છે.
રાજ્યમાં આજે કોરોનાથી એક પણ વ્યક્તિનું મોત નોંધાયું નથી. અગાઉ ૫-૭ ઓક્ટોબર, ૯ ઓક્ટોબર અને ૨૦ ઓક્ટોબરે એક-એક એમ ૫ મોત નોંધાયા હતા. રાજ્યમાં ઓક્ટોબર મહિનામાં કોરોનાથી કુલ ૭ વ્યક્તિઓના મોત થયા હતા. રાજ્યમાં ૧૬ સપ્ટેમ્બર સુધી સતત ૫૦ દિવસ સુધી ડબલ ડિજિટમાં ક્યાંય કેસ નોંધાયા ન હતા.