પ્રોફેસરના કહેવાથી જ તેની પત્નીની હત્યા કરી
નવી દિલ્હી, દિલ્હી યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસરની પત્ની પિંકીની હત્યામાં દૂરના સંબંધી રાકેશની ધરપકડના બીજા દિવસે નવો વળાંક આવ્યો. તપાસના આધારે પોલીસે ખુલાસો કર્યો કે પિંકીની હત્યાના કાવતરામાં પતિ વીરેન્દ્ર અને તેનો ભત્રીજાે પણ સામેલ હતા.
હત્યાની કડીઓ જાેડતા આખરે પોલીસે સોમવારે રાત્રે આસિસ્ટન્ટ પ્રોફેસર પતિ વિરેન્દ્ર અને ભત્રીજા ગોવિંદની ધરપકડ કરી હતી. ઘટના સમયે વીરેન્દ્રના ૮૪ વર્ષીય પિતા અને પત્ની ઘરમાં એકલા જ હતા. વીરેન્દ્ર એક પ્લાન મુજબ તેની માતા સાથે હોસ્પિટલ ગયો હતો.
જેથી કરીને હોસ્પિટલમાં મેડિકલ સ્લિપની આડમાં અને ત્યાં તેની પોતાની હાજરી, તેના પર શંકા ન થાય. આ કેસમાં પ્રથમ ધરપકડ કરાયેલા રાકેશે પૂછપરછ દરમિયાન કબૂલાત કરી હતી કે તેણે પહેલા પિંકાને ગળું દબાવ્યું હતું બાદમાં તેને વીજ કરંટ આપીને મારી નાખી હતી.
ડીસીપી સાગર સિંહ કલસીના જણાવ્યા અનુસાર, જ્યારે પોલીસે રાકેશને રિમાન્ડ પર લીધો અને તેની પૂછપરછ કરી તો તેણે વારંવાર પોતાનું નિવેદન બદલવાનું શરૂ કર્યું. જેથી પોલીસે તેની કડક પૂછપરછ કરી હતી. ત્યારબાદ પોલીસે નજીકમાં લગાવેલા ૩૦૦ જેટલા સીસીટીવી કેમેરાના ફૂટેજ સ્કેન કર્યા.
તપાસ દરમિયાન પોલીસને ખબર પડી કે ઘટના સમયે વીરેન્દ્રનો ભત્રીજાે ગોવિંદ પણ ત્યાં હાજર હતો. અહીં પૂછપરછ દરમિયાન રાકેશ પણ ભાંગી પડ્યો હતો. તેણે કહ્યું કે તેણે વીરેન્દ્રના કહેવા પર જ પિન્કીની હત્યા કરી. વીરેન્દ્ર પિંકીથી નારાજ હતો.
જેના કારણે તેણે રાકેશ અને તેના ભત્રીજા ગોવિંદને પિંકીને મારવા કહ્યું. ઘટના સમયે વિરેન્દ્ર જાણી જાેઈને તેની માતાને હોસ્પિટલ લઈ ગયો હતો. વિરેન્દ્ર અને પિંકીના લગ્ન ફેબ્રુઆરીમાં થયા હતા. ત્યારે પિંકીના પરિવારે સગાઈ સમયે પાંચ લાખનો ચેક આપ્યો હતો જે બાઉન્સ થયો હતો. આ સિવાય આરોપ છે કે લગ્ન પછી પિંકીએ પોતાના ર્નિણયો ઘરમાં થોપવા માંડી હતી, જેના કારણે વિરેન્દ્ર અને પિંકી વચ્ચે અણબનાવ થયો હતો. દરમિયાન રાકેશે વિરેન્દ્રને પિંકીને મારવાની વાત કરી હતી.
વિરેન્દ્રએ માત્ર એટલું જ કરવાનું હતું કે, રાકેશ જેલમાં ગયા પછી તેના પરિવારની સંભાળ રાખવા સિવાય તેને જામીન અપાવાની હતી. બીજી તરફ ગોવિંદે પિંકી અને વિરેન્દ્રના સગપણ કરાવ્યા હોવાથી તે પણ આ ઘટનામાં સામેલ થયો હતો.
ડીસીપી સાગર સિંહ કલસીના જણાવ્યા અનુસાર, તપાસમાં બહાર આવ્યું છે કે રાકેશ વિરેન્દ્રના ઘરની ટેરેસ પરના રૂમમાં રહેતો હતો. વિરેન્દ્રએ રાકેશને કેબ ખરીદીને આપી હતી. તેને ચલાવીને રાકેશ પોતાનો ખર્ચ અને કેટલાક પૈસા વિરેન્દ્રને આપતો હતો.
જ્યારે વિરેન્દ્રના લગ્ન થયા ત્યારે ઓગસ્ટમાં પિન્કીએ રાકેશ અને તેના પરિવારને સાથે લઈને તેમની પાસેથી ટેક્સી પાછી લીધી હતી. તેમજ રાકેશે વિરેન્દ્રને જે પૈસા આપ્યા હતા તે આપવાની પિંકી ના પાડી રહી હતી. જેના કારણે રાકેશે પિંકીની હત્યા કરી હતી. બીજી તરફ પિંકીના માતા-પિતાએ પતિ વિરેન્દ્રના ચારિત્ર્ય પર ગંભીર આરોપ લગાવ્યા છે.SSS