બેકાબુ બાઇક ફિલ્મી સ્ટાઈલમાં કપડાંની દુકાનમાં ઘૂસી ગયું
તેલંગાણા, તેલંગાણાના ખમ્મમમાં રવિ ચેટ્ટુ માર્કેટમાં એક કપડાની દુકાનમાં બાઈક ઘુસી ગઈ હતી. સ્પીડમાં આવતી બાઇક દુકાનની અંદરના કાઉન્ટર સાથે અથડાઇ હતી, જેના કારણે બાઇક સવાર હવામાં ઉડતો જાેવા મળ્યો હતો.
અકસ્માતમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. દુકાનની અંદર હાજર દુકાનદાર સહિત ચાર લોકો માંડ માંડ બચ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે બાઇકની બ્રેક ફેલ થવાના કારણે આ અકસ્માત થયો હતો. જેમાં બાઇક સવાર પણ સ્વસ્થ હોવાનું કહેવાય છે.
હાલ પોલીસે બાઇક કબજે કરી આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ત્રણ દિવસ પહેલા બનેલી ઘટનાનો વીડિયો સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં ત્રણ મહિલાઓ સહિત એક પુરૂષ કપડાની દુકાનની અંદર બેઠેલો જાેઈ શકાય છે.
ત્યારે અચાનક દુકાનની અંદર એક બાઇક હવામાં ઉડતી આવે છે. જે દરમિયાન દરેક વ્યક્તિ ચોંકીને બાઇકની આગળથી દૂર જતા જાેઇ શકાય છે. તે જ સમયે, દુકાનની અંદર બનાવેલ ડેસ્ક હવામાં ઉડીને એક તરફ પડી જાય છે.
હાલમાં, વીડિયો અનુસાર સોશિયલ મીડિયા પર અકસ્માતને ખૂબ જ ભયાનક ગણાવવામાં આવી રહ્યો છે. તે જ સમયે, આ અકસ્માતમાં બાઇક સવારને પણ સામાન્ય ઈજાઓ થઈ છે, જેના પર સોશિયલ મીડિયા યુઝર્સ તેને નસીબદાર ગણાવી રહ્યા છે.SSS