Western Times News

Gujarati News

ગોમતીપુરમાં મોડી રાત્રે બે પક્ષો વચ્ચે પથ્થરમારો

અમદાવાદ : શહેરમાં કેટલાય સ્થળોએ વીજચોરીની ફરીયાદ થતા ટોરેન્ટમાં પાવરની ટીમો તપાસ માટે જતી હોય છે અને જવાબદાર વિરુદ્ધ કાર્યવાહી કરતી હોય છે ગોમતીપુરમા આવી કામગીરી માટે ગયેલી ટીમને કારે બે ચાલીનાં રહીશો વચ્ચે ઝઘડો થયા બાદ મોડી રાત્રે ફરીથી બંને પક્ષો સામસામે આવતાં પથ્થમારાની ઘટના બનતાં પોલીસની ગાડીઓ ઘટના સ્થળે આવી પહોચી હતી.

ટોરેન્ટ પાવરની ટીમને નાગપુર વોરાની ચાલીમાં વીજચોરીની માહીતી મળતા શુક્રવારે સવારે તે તપાસ કરવા પહોચી હતી ટોરન્ટ પાવરની ટીમો જાઈને ઉશ્કેરાયેલા રહીશોએ અમારી ચાલીના રહીશો ચાર નથી અમનગર ટોપી પિલની ચાલી રેઈડ કરો તેમ કહેતા ટોપી મિલની ચાલીના રહીશો તે સાંભળી ગયા હતા જેના પગલે બંને ચાલીના રહીશો સામસામે આવી ગયા હતા અને વાતાવરણમાં તંગદીલી પૂવર્ણી હતી રહીશો ઝઘડો કરી રહ્યા હતા

ત્યારે ટોપી મિલનાં રહીશ અબ્દુલગની પઠાણો તથા આગેવાનોએ ટોળાને શાત પાડ્યા હતા. રાત્રે આઠ વાગ્યે અબ્દુલગની તથા અન્ય રહીશો અમનગરના નાકે હવાકા ટી સ્ટોલ આગળ ઉભા હતા એ સમયે નાગપુર વોરાની ચાલીમાં રહીશો ઈબ્રાહીમભાઈ ફરહાનભાઈ રીઝવાનભાઈ વસીમભાઈ વગેરે ત્યા આવ્યા હતા જ્યા સવારના ઝઘડાને લઈને ફરીથી બને પક્ષો વચ્ચે બબાલ થઈ હતી

જા કે બને ચાલીના રહીશોનું સમાધાન કરાવનાર આગેવાનો જ ઝગડી પડાત બંને પક્ષે લોકો જાડાયા હતા ઍઅને જાતજાતામાં મોટી સંખ્યામાં ટોળું એકત્ર થઈજતાં સામાન્ય બાબતે થયેલા ઝઘડાએ મોટુ સ્વરૂપ ધારણણ કરીને એકબીજા પર પથ્થરમારો કરતા કેટલાક લોકોને ઈજાઓ પહોચી હતી આ ઘટનાની જાણ થતા પોલીસની ગાડીઓ ઘટના સ્થળે આવી પહોચી હતી અને મામલો થાળે પાડ્યો હતો બાદમાં ફરીયાદમાં નોધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.