કેનેડા ભણવા ગયેલા વિદ્યાર્થીઓ વધુ પડતા તણાવના કારણે આત્મહત્યા તરફ ધકેલાય છે
કેનેડામાં અભ્યાસ કરવો ભારતીય વિદ્યાર્થીઓ માટે ખુબ જ કઠીન બની ગયો છે : નિષ્ણાતો
ભારતીય પરિવારો સંતાનોને વિદેશ મોકલવા માટે એજ્યુકેશન લોન લઈ મોટું દેવાં કરતા હોવાથી વિદ્યાર્થીઓમાં સ્ટ્રેસના કારણે માનસિક રોગોનું પ્રમાણ વધી રહ્યું છે.
ભારતમાંથી મોટી સંખ્યામાં દર વર્ષે વિદ્યાર્થીઓ વિદેશોમાં માસ્ટર્સ ભણવા જવા માટે ઉત્સુક હોય છે. ખાસ કરીને કેનેડા, ઓસ્ટ્રેલિયા અને અમેરિકા જેવા દેશોમાં વિદ્યાર્થીઓનો ધસારો વધુ હોય છે. કેનેડામાં બીજા દેશો કરતાં પ્રમાણમાં ખર્ચ ઓછો થવાને કારણે વિદ્યાર્થીઓ આ દેશમાં જવાનું વધારે પસંદ કરે છે.
આ ઉપરાંત કેટલાંક વિદ્યાર્થીઓને જે વિષય ભણ્યા છે તે સિવાયની લાઈનમાં પ્રવેશ લઈને પણ કેનેડા જવા ઉત્સુક હોય છે. માતા પિતા પણ સસ્તામાં વિદેશમાં ભણાવવાની લ્હાયમાં કેનેડા જેવા દેશમાં પોતાના સંતાનોને મોકલે છે. તેમજ કેનેડામાં અભ્યાસ માટે મોટી સંખ્યામાં યુનિવર્સિટીઓ ઉપલબ્ધ છે જેમાં સરળતાથી એડમિશન મળી જાય છે. વિદેશમાં અભ્યાસ કરવાના અભરખાને કારણે વિદ્યાર્થીઓ પણ ગમે તે યુનિવર્સીટીમાં એડમિશન લઈ લેતા હાેય છે.
ભારતમાં એજન્ટો દ્વારા બતાવાતું ફૂલગુલાબી ચિંત્ર વાસ્તવિકતા સામે આવતાં જ કરુણાંતિકા બની જાય કેનેડા આ વર્ષે રેકોર્ડ સંખ્યામાં ભારતીય વિધાર્થીઓને વિઝા આપવાનો તૈયારી કરી રહ્યો છે ત્યારે અગ્રણી ઇમિગ્રેશન વકીલ અને ચેરિટી સંસ્થાઓએ કેનેડામાં અભ્યાસ માટે ભારતીય વિદ્યાર્થીઓ સામે રહેલા પડકારો અંગે ચેતવણી આપી છે.
કેનેડામાં રહેલા પડકારોનો સામનો નહોં કરો શકનારા વિધા્થીઓમાં આત્મહત્યાનું પ્રમાણ વધી રહ્યું છે અને વધુ પડતા તણાવ અને દબાણના કારણે વિધાર્થિનીઓ વેશ્યાવત્તિમાં પણ ધકેલાઈ જતી હોય છે. ઇમિગ્રેશન રેક્યૂજી એન્ડ સિટિઝનશિપ
કેનેડાના આંકડા પ્રમાણે આ વર્ષે 1,56,171 ભારતીય વિધાર્થીઓને સ્ટડી પરમિટ અપાઇ છે જે વષ 2020ની 76,149 પરમિટથી બમણી છે.
ભારતીય પરિવારો તેમનાં સંતાનોને વિદેશ મોકલવા માટે મોટા પ્રમાણમાં દેવાં કરતા હોવાથી વિધાથીઓમાં સ્ટ્રેસના કારણે માનસિક રોગોનું પ્રમાણ વધી રહ્યું છે. પોઇન્ટર નામના આઉટલેટના અહેવાલ અનુસાર ગ્રેટર ટોરન્ટો એરિયામાં આવેલા એકમાત્ર સ્મશાનગૃહમાં ધર મહિને ઓછામાં ઓછા પાંચ ભારતીય વિદ્યાર્થીના અંતિમ સંસ્કાર નોંધાય છે.
ટોરન્ટોના લોટસ ફ્યુનરલ એન્ડ ક્રિમેશન સેન્ટરના માલિક કમલ ભારદ્રાજ કહે છે કે દર મહિને અમારે પાંચથી 6 ભારતીય વિદ્યાર્થીઓના અંતિમ સંસ્કાર કરવા પડે છે. અમે મોતનું કારણ સંતાડતા નથી પરંતુ કેટલાક એવા મૃતદેહ આવે છે જે સંભવિત આત્મહત્યા સૂચવતા હોય છે.