યુદ્ધની રીત બદલાઈ ગઈ છે, હવે સમાજમાં ભાગલા પાડીને પણ દેશ તોડી શકાય છે
નવીદિલ્હી, રાષ્ટ્રિય સુરક્ષા સલાહકાર એટલે કે એનએસએ અજીત ડોભાલે કહ્યું છે કે બદલાતા સમયમાં કોઈ પણ દેશ વિરુદ્ધ યુદ્ધ છેડવાની રીતો બદલાઈ ગઈ છે. યુદ્ધના નવા હથિયાર તરીકે સિવિલ સોસાયટી એટલે કે સમાજને નષ્ટ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. ડોભાલે હૈદરાબાદમાં પ્રોબેશનરી આઇપીએસ ઓફિસરોના દીક્ષાંત સમારોહમાં આ વાત કહી હતી.
ડોભાલે કહ્યું કે રાજનીતિક અને સૈનિક લક્ષ્ય હાસંલ કરવા માટે યુદ્ધ હવે વધુ અસરકારક નથી રહ્યું. હકીકતમાં યુદ્ધ ખૂબ જ મોંઘા હોય છે, દરેક દેશ તેને અફોર્ડ નથી કરી શકતો. તેના પરિણામો વિશે પણ હંમેશા અનિશ્ચિતતા રહે છે. તેવામાં સમાજને વેચીને અને ભ્રમ ફેલાવીને દેશને નુકશાન પહોંચાડવામાં આવી શકે છે.
તેમણે કહ્યું વસતિ સૌથી મહત્વપૂર્ણ છે. તેથી યુદ્ધની ચોથી પેઢી તરીકે નવો મોરચો ખોલ્યો છે, જેનો ટાર્ગેટ સમાજ છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન, ચીન, મ્યાનમાર અને બાંગ્લાદેશ સાથેની આપણી સરહદની લંબાઈ ૧૫,૦૦૦ કિલોમીટર લાંબી છે. આ જગ્યાએ બોર્ડર મેનેજમેન્ટમાં પોલીસનો મોટી ભૂમિકા હોવી જાેઈએ.
તેમણે આઇપીએસ ઓફિસરોને કહ્યું ભારતની અંદર ૩૨ લાખ વર્ગ કિલોમીટર એરિયામાં કાયદા-વ્યવસ્થાના મેનેજમેન્ટની જવાબદારી પોલીસ ફોર્સની છે, પરંતુ હવે તે ભૂમિકા વધુ વધશે. આપણી ૧૫,૦૦૦ કિલોમીટર લાંબી સરહદ પર અલગ-અલગ સમસ્યાઓ છે. આગળ જઈને તમે આ દેશના બોર્ડર મેનેજમેન્ટ માટે પણ જવાબદાર હશો.
પેટ્રોલિંગની સરહદો વધારવા પર ડોભાલની કમેન્ટ પંજાબ વિધાનસભાના પ્રસ્તાવના એક દિવસ પછી આવી છે. પંજાબ વિધાનસભાએ મ્જીહ્લની કાર્યવાહીનો દાયરો વધારવાના ર્નિણય વિરુદ્ધ પ્રસ્તાવ રજૂ કર્યો છે.HS