પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો દસમો હપ્તો જમા થશે
નવી દિલ્હી, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ મળનાર રકમનો હપ્તો જલદી સરકાર કિસાનોના બેન્ક ખાતામાં પહોંચાડવાની છે. ૧૦મા હપ્તાની રાહ જાેઈ રહેલા કિસાનોને રાહત મળવાની છે. જાણકારી પ્રમાણે સરકાર ૧૫ ડિસેમ્બરે દસમા હપ્તાના ૨ હજાર રૂપિયા કિસાનોના ખાતામાં ટ્રાન્સફર કરી દેશે.
કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના બેઠળ પાછલા વર્ષે ૨૫ ડિસેમ્બરે પૈસા ટ્રાન્સફર કર્યા હતા. અત્યાર સુધી કેન્દ્ર સરકારે દેશના ૧૧.૩૭ કરોડથી વધુ કિસાનોના બેન્ક ખાતામાં સીધા આશરે ૧.૫૮ લાખ કરોડ રૂપિયાથી વધુની રકમ ટ્રાન્સફર કરી ચુકી છે.
કેટલાક કિસાનોને આ વખતે ૨ની જગ્યાએ ૪ હજાર રૂપિયા મળશે. આ ફાયદો તે કિસાનોને મળશે જેને અત્યાર સુધી ૯માં હપ્તાનો લાભ મળ્યો નથી. તે તમામ લોકોના ખાતામાં બે હપ્તાના પૈસા પહોંચી જશે. એટલે સ્પષ્ટ છે કે તેના ખાતામાં ૪ હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે. પરંતુ આ સુવિધા માત્ર તે કિસાનોને મળશે જેણે ૩૦ સપ્ટેમ્બર પહેલા રજીસ્ટ્રેશન કરાવ્યું છે.
જાે તમે કિસાન છો અને પીએમ કિશાન યોજના યોજના માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે, તો આ યોજનાના લાભાર્થીઓના લિસ્ટમાં તમારૂ નામ ચેક કરવું જરૂરી છે. સૌથી પહેલા તમારે પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ ખોલવી પડશે. વેબસાઇટના હોમ પેજ પર તમને ફાર્મર કોર્નરનો વિકલ્પ જાેવા મળશે.
ફાર્મર કોર્નરની અંદર તમે બેનિફિસિયર્સ લિસ્ટના વિકલ્પ પર ક્લિક કરો. ત્યારબાદ લિસ્ટમાં રાજ્ય, જિલ્લો, તાલુકો, બ્લોક અને ગામ શોધીને સિલેક્ટ કરો. આ તમામ વસ્તુ થઈ જાય એટલે કે Get Report વિકલ્પને ક્લિક કરો. આ કરવા પર તે વિસ્તારના તમામ લાભાર્થીઓનું લિસ્ટ તમારી સામે આવી જશે અને તેમાં તમે તમારૂ નામ શોધી શકો છો.
તે વેબસાઇટ પર પહોંચ્યા બાદ ડાબી તરફ ફાર્મર્સ કોર્નર પર ક્લિક કરો. પછી બેનેફિશિયરી સ્ટેટસ વિકલ્પ ક્લિક કરો. તેમ કરવાથી નવુ પેજ ખુલશે. નવા પેજ પર તમારો આધાર નંબર, મોબાઇલ નંબર એન્ટર કરો. ત્યારબાદ તમને તમારા સ્ટેટસની જાણકારી આપવામાં આવશે.SSS