Western Times News

Gujarati News

કોહલીએ બેટિંગ પર ફોક્સ માટે નેતૃત્વ છોડવું જાેઈએ

નવી દિલ્હી, ભારતીય ટીમની ટી-૨૦ વર્લ્ડકપમાંથી થઈ ગયેલી વહેલી એક્સિટને લઈને ચર્ચાઓનો દોર હજી પણ ચાલુ જ છે. હવે પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન અને ઓલ રાઉન્ડર શાહિદ આફ્રિદીએ કહ્યુ છે કે, ટી ૨૦ ફોર્મેટ માટે ભારતીય ટીમના કેપ્ટન તરીકે રોહિત શર્માની નિમણૂંક કરવાનો ભારતીય ક્રિકેટ બોર્ડન ર્નિણય યોગ્ય છે.મને લાગે છે કે, વિરાટ કોહલીએ તેની બેટિંગ પર ફોકસ કરવા માટે માત્ર ટી-૨૦ નહી પણ વન ડે અને ટેસ્ટની કેપ્ટનશિપ પણ છોડી દેવી જાેઈએ.

આફ્રિદી આઈપીએલમાં ૨૦૦૮માં રોહિત શર્મા સાથે રમી ચુકયો છે. આફ્રિદીએ પાક ન્યૂઝ ચેનલ સાથે વાતચીતમાં કહ્યુ હતુ કે, રોહિતમાં સારા કેપ્ટન થવા માટે માનસિક મજબૂતી છે અને તે જરુર પડે ત્યારે આક્રમક પણ થઈ શકે છે.તે ટીમનુ નેતૃત્વ સારી રીતે કરી શકે તેમ છે.

આફ્રિદીએ કહ્યુ હતુ કે, કોહલીએ તમામ ફોર્મેટમાં કેપ્ટનશિપ છોડીને બેટિંગ પર ધ્યાન આપવુ જાેઈએ અને તેનો આનંદ ઉઠાવવો જાેઈએ.મને લાગે છે કે તેનામાં હજી ઘણુ ક્રિકેટ બચેલુ છે.તે ટોચનો બેટસમેન છે અને કેપ્ટનશિપના પ્રેશર વગર તે ફ્રી થઈને રમી શકશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.