હોન્ડાએ ભારતમાં ગ્રેઝિયા 125 રેપ્સોલ હોન્ડા ટીમ એડિશન પ્રસ્તુત કર્યું
નવી દિલ્હી, ભારતમાં ઉત્સાહી અને સાહસિક રાઇડર્સને વધારે રોમાંચ પૂરો પાડવા હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડએ આજે ગ્રેઝિયા 125 રેપ્સોલ હોન્ડા ટીમ એડિશનની જાહેરાત કરી હતી. Honda unveils Grazia125 Repsol Honda Team Edition in India
રેપ્સોલ હોન્ડા રેસિંગ ટીમના મશીનો ભારતમાં રેસિંગના ચાહકોનો રોમાંચ વધારવા વાઇબ્રન્ટ ઓરેન્જ વ્હીલ રિમ્સ સાથે આ સ્પેશ્યલ એડિશનના ગ્રાફિક્સ અને ડિઝાઇન થીમથી પ્રેરિત છે.
હોન્ડાના રેસિંગના વારસા વિશે હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર, પ્રેસિડન્ટ અને સીઇઓ શ્રી આત્સુશી ઓગાતાએ કહ્યું હતું કે,“રેપ્સોલ હોન્ડાની રેસિંગ ટીમો રેસટ્રેક પર અતિ પડકારજનક સ્થિતિસંજોગોમાં સ્પર્ધા કરવાનો જુસ્સો ધરાવે છે.
રેસિંગમાં હોન્ડાના ઉજ્જવળ ભવિષ્ય માટેનો માર્ગ મોકળો કરવાની પરંપરા સાથે અમને ભારતમાં રેસિંગના ચાહકો માટે ગ્રેઝિયા 125 રેપ્સોલ હોન્ડા ટીમ એડિશન જાહેર કરવાની ખુશી છે.”
આ વિશેષ પ્રસંગે હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના સેલ્સ એન્ડ માર્કેટિંગના ડાયરેક્ટર શ્રી યાદવિન્દર સિંહ ગુલેરિયાએ કહ્યું હતું કે, “ગ્રેઝિયા 125 રેપ્સોલ હોન્ડા ટીમ એડિશનની પ્રસ્તુતિ મોટોજીપીના ચાહકો વચ્ચે એક વાર ફરી રેસિંગનો જુસ્સો લાવશે. એનો સ્પોર્ટી લૂક અને સ્પોર્ટી એન્જિનનો સ્માર્ટ ગ્રાફિક્સનાં ટ્રેડમાર્ક ઓરેન્જ, રેડ અને વ્હાઇટ સ્કીમ સાથે સમન્વય એને રેસિંગના ઉત્સાહીઓ માટે આકર્ષક પેકેજ બનાવે છે.”
ગ્રેઝિયા 125 – આકર્ષક જિનિયસ -આકર્ષક ઇન્ટેલિજન્સ સાથે ભારતનું અર્બન સ્કૂટર ગ્રેઝિયા 125 એની અદ્યતન ટેકનોલોજી, ઇનોવેશન અને સ્પોર્ટી ડિઝાઇન સાથે રાઇડર્સ વચ્ચે નવો રોમાંચ પેદા કરશે. આઇડલિંગ સ્ટોપ સિસ્ટમ અને એન્હાન્સ્ડ સ્માર્ટ પાવર (ઇએસપી) જેવી અદ્યતન ખાસિયતો સાથે પ્રોગ્રામ્ડ ફ્યુઅલ ઇન્જેક્શન (પીજીએમ-એફઆઇ) એન્જિનસ્કૂટરના પર્ફોર્મન્સ અને કાર્યદક્ષતાને વધારશે.
એના એલઇડી ડીસી હેડલેમ્પ, મલ્ટિ-ફંક્શન સ્વિચ, ઇન્ટિગ્રેટેડ પાસિંગ સ્વિચ, એન્જિન-કટ ઓફ સાથે સાઇડ સ્ટેન્ડ ઇન્ડિકેટર, ઇન્ટેલિજન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ ડિસ્પ્લે, 3-સ્ટેપ એડજસ્ટેબ્લ રિઅર સસ્પેન્શન અને ફ્રન્ટ ટેલીસ્કોપિક સસ્પેન્શન જેવી એની ખાસિયતો સુવિધા અને સાનુકૂળતા બંને પ્રદાન કરે છે.
જ્યારે એની આકર્ષક સ્ટાઇલમાં સ્પોર્ટી લૂક વધારો કરે છે, ત્યારે સાઇડ પેનલ પર સ્પ્લિટ એલઇડી પોઝિશન લેમ્પ અને ફ્લોર પેનલ પર હોન્ડા બેજિંગ જેવી ખાસિયતો ગ્રેઝિયા 125ને પર્સનાલિટી આપે છે, જે સાધારણથી વિશેષ છે.