કીવી સુકાની વિલિયમસન ભારત સામે ટી૨૦ નહીં રમે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/11/Vilimso-1024x1024.jpg)
નવી દિલ્હી, ન્યૂઝીલેન્ડે ભારત સામેની ટી-૨૦ સિરિઝ માટે ટીમની જાહેરાત કરી દીધી છે. જાેકે ધ્યાન ખેંચનારી વાત એ છે કે, કેપ્ટન વિલિયમસન ટી-૨૦ સિરિઝમાં નહીં રમે અ્ને તેની જગ્યાએ ટીમ સાઉદીને કેપ્ટનશિપ અપાઈ છે. જાેકે વિલિયમસન ઈજાના કારણે નહીં પણ ટી-૨૦ સિરિઝ બાદ ભારત સામે રમાનારી ટેસ્ટ સિરિઝ પર ફોકસ કરવા માટે ટીમમાંથી બહાર રહ્યો છે.
ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરિઝ ૨૫ નવેમ્બરથી શરુ થનારી છે.ભારત સામે ન્યૂઝીલેન્ડની ટીમમાં પાંચ ફાસ્ટ બોલર અને બે સ્પિનરને સમાવાયા છે.ફાસ્ટ બોલર તરીકે સાઉદી, ટ્રેન્ટ બોલ્ટ, એડમ મિલ્ન, લોકી ફર્ગ્યુસનની બોલિંગ લાઈન અપ મજબૂત લાગી રહી છે.
જ્યારે બેટિંગ લાઈન અપમાં માર્ટિન ગપ્ટિલ પર મદર રહેશે.બીજા બેટસમેનોમાં ડેરેલ મિચેલ, ટીમ સિફર્ટ અને ગ્લેન ફિલિપ્સનો સમાવેશ થાય છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ૧૭ નવેમ્બરે જયપુરમાં પહેલી ટી-૨૦ મેચ રમાવાની છે.એ પછી બીજી મેચ રાંચી અને ત્રીજી મેચ કોલકાતામાં રમાશે.SSS