‘જય ભીમ’ ના એકટર સૂર્યા પર હુમલો કરનારને એક લાખનુ ઈનામ આપવાની જાહેરાત

નવી દિલ્હી, સુપરહિટ પુરવાર થયેલી અને ચર્ચાનો વિષય બનેલી તામિલ ફિલ્મ જય ભીમના એકટર સૂર્યા પર હુમલો કરનારને એક લાખ રુપિયાનુ ઈનામ આપવાની જાહેરાત થઈ છે.
આ જાહેરાત તામિલનાડુના રાજકીય પક્ષ પટ્ટાલી મકક્લ કાટચીના એક હોદ્દેદારે કરી છે.એ પછી એકટરના ઘરની સુરક્ષા વધારી દેવામાં આવી છે.બીજી તરફ આ જાહેરાત કરનાર નેતા સીતામલ્લી પલાનીસામી સામે પોલીસે કેસ કર્યો છે.
તામિલનાડુમાં આ ફિલ્મના વખાણ થઈ રહ્યા છે તો વિવાદ પણ સર્જાયો છે.ખાસ કરીને વન્નિયાર સમુદાયને જે રીતે ફિલ્મમાં દર્શાવાયો છે તેનાથી આ સમુદાય નારાજ છે.
વિરોધી પાર્ટીઓએ સૂર્યા પર હુમલો કરવાની જાહેરાતને વખોડી કાઢીને કહ્યુ છે કે, પટ્ટાલી મકક્લ કાટચી પાર્ટી જ્યારે પણ પોતાનો રાજકીય આધાર ગુમાવી દે છે ત્યારે વિવાદ સર્જીને ધ્યાન ખેંચવાની કોશિશ કરે છે.તે સૂર્યાને ડરાવી નહીં શકે.આ પ્રકારની જાહેરાત લોકશાહી પર ખતરો છે.
બીજી તરફ પટ્ટાલી મકક્લ કાટચી પાર્ટીના નેતા સીતામલ્લી પલાનીસામીનુ કહેવુ છે કે, મારા નિવેદનનો મતલબ ફિલ્મમાં વન્નિયાર સમુદાયને જે રીતે દર્શાવાયો છે તેની સામે વિરોધ કરવાનો થતો હતો.