એવું તે કેવું કામ કર્યુ ભિખારીએ, કે તેના અંતિમ સંસ્કારમાં લોકોનું ઘાડાપૂર ઉમટ્યું
ભિખારી કોઈપણ વ્યક્તિ પાસે એકપણ રૂપિયાની ભીખ માગતો ન્હોતો, લોકો તેને વધારે પૈસા આપી જતા હતા
બેંગલુરુ, કર્ણાટકના વિજયનગર જિલ્લામાં એક મેન્ટલી ચેલેન્જ્ડ ભિખારીના અંતિમ સંસ્કારમાં હજારો લોકો સામેલ થયા હતા. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા ઉપર વિજયનગરના લોકોની ભાવનાની તારીફ કરી રહ્યા છે. Mentally challenged beggar Huchcha Basya used to take only Rs. 1 as alms from a person. Even if people forced him to take more money- he would refuse.
એક મીડિયા રિપોર્ટ પ્રમાણે આ ભિખારીનું નામ બસવ હતું. તેને લોકો હુચ્ચા બસયા કહીને બોલાવતા હતા. હુચ્ચા કોઈપણ વ્યક્તિ પાસે એકપણ રૂપિયાની ભીખ માંગતો ન્હોતો જાેકે, લોકો તેને વધારે પૈસા આપી જતાં હતા. હુચ્ચાનું મોત ગત શનિવારે એક માર્ગ અકસ્માતમાં થયું હતું. ૧૨ નવેમ્બરે હુચ્ચાને એક બસે ટક્કર મારી હતી.
પછી ઘાયલ અવસ્થામાં તેને હોસ્પિટલમાં દાખલ કરાવ્યો હતો. જ્યાં તેનું મોત નીપજ્યું હતું. એક સ્થાનિક વ્યક્તિ પ્રમાણે હુચ્ચાના મોત પછી અનેક સંગઠનો, દુકાનદાર અને લોકો આગળ આવીને અંતિમ સંસ્કાર માટે પૈસા ભેગા કર્યા હતા. અને પછી હુચ્ચાના અંતિમ કર્યા હતા. તેની અંતિમ યાત્રામાં હજારો લોકોની ભીડ એકઠી થઈ હતી.
એક સ્થાનિક વ્યક્તિ પ્રમાણે શહેરના લોકોના હુચ્ચાની સાથે એક વિશેષ લગાવ હતો અને લોકો માનતા હતા કે હુચ્ચા બીજા માટે ભાગ્યશાળી છે. હુચ્ચા લોકોને અપ્પાજી કહીને બોલાવતો હતો. જેનો કન્નડમાં મતલબ થાય છે પિતા. લોકો તેનાથી આત્મીય ભાવની સાથે મળતા હતા. અને પૈસા પણ આપતા હતા.
Mentally challenged beggar Huchcha Basya Ji used to take only ₹1 as alms from a person. Even if people forced him to take more money, he would refuse.
He died in a road accident. 1000s of people in Hadagali gathered for the last rites of Basya Ji.
This is India 🇮🇳. pic.twitter.com/lxVRYP9C6f
— Anshul Saxena (@AskAnshul) November 17, 2021
જે કોઈ વધારે પાસા આપતા તો તે પાછા આપી દેતો હતો. માત્ર એક જ રૂપિયો પોતાની પાસે રાખતો હતો. હુચ્ચાને ન માત્ર શહેરના લોકો સારી રીતે માનતા હતા પરંતુ રાજનીતિક લોકો સાથે પણ તેની ઓળખાણ હતી. તેને ઓળખનારા લોકોમાં રાજ્યના પૂર્વ ઉપમુખ્યમંત્રી એમપી પ્રકાશ અને પૂર્વ મંત્રી પરમેશ્વર નાયકનો પણ સમાવેશ થાય છે.
સોશિયલ મીડિયા ઉપર લોકો અંતિમ સંસ્કારમાં ઉમટેલી ભીડને લઈને કોમેન્ટ કરી રહ્યા છે. તેને ભારતની ઓળખની રીતે પણ વ્યક્ત કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે એક ભિખારીના અંતિમ સંસ્કારમાં પણ લોકોની ભીડ એકઠી થવી એ સાચા ભારતની ઓળખ છે.