શોલેના કાલિયાથી પ્રસિધ્ધ થયેલા વિજુ ખોટેનું નિધન
એક્ટર વિજુ ખોટેનું (Bollywood actor viju Khote) સોમવારે 77 વર્ષની વયે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. તેમના મુંબઈ સ્થિત ઘરમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. વિજુએ ‘શોલે’ ફિલ્મમાં કાલિયાનો (sholey film actor kaliya role) રોલ નિભાવ્યો હતો. તેમાં ગબ્બર સિંહ (અમજદ ખાન) સાથે તેમનો ડાયલોગ ‘તેરા ક્યા હોગા કાલિયા’ ઘણો ફેમસ થયો હતો. તેમણે પોતાનાં કરિયરમાં ‘ચાઈનાગેટ’, ‘મેલા’, ‘અંદાજ અપના અપના’, ‘ગોલમાલ -3’ અને ‘નગીના’ સહિત 300થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું. મરાઠી ફિલ્મો, ટીવી સિરિયલની સાથે ઘણા નાટકો પણ તેમણે કર્યા હતા. વિજુ ખોટેના નિધન બાદ તેમના ચાહકોએ સોશિયલ મીડિયા પર દુઃખ વ્યક્ત કર્યું હતું.
વિજુએ 1964માં ‘યા મલક’ ફિલ્મથી બોલિવૂડ ડેબ્યુ કર્યું હતું. વિજુએ ‘શોલે’માં કાલિયાનો રોલ કર્યો હતો જેનાથી તેમને ઓળખ મળી હતી. ઉપરાંત ‘અંદાજ અપના અપના’માં રોબર્ટનું કેરેક્ટર તેમણે પ્લે કરેલું જે ઘણું ચર્ચામાં રહ્યું હતું. તેઓ ‘અતિથિ તુમ કબ જાઓગે’ અને ‘ગોલમાલ 3’ જેવી ફિલ્મોમાં દેખાયા હતા. છેલ્લે તેઓ 2018માં આવેલ ફિલ્મ ‘જાને ક્યું દે યારોં’માં જોવા મળ્યા હતા.