Western Times News

Gujarati News

ડ્રગ્સ ખરીદતા ગ્રાહકોમાં મોટા ભાગના કોલેજના વિદ્યાર્થીઓ

અમદાવાદ, શહેરમાં તાજેતરમાં હાઈટેક ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ થયો છે. જેમાં અમદાવાદના બે યુવકોએ ડાર્ક વેબના માધ્યમથી અમેરિકાના ઈન્ટરનેશનલ ડ્રગ્સ ડીલરોનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ હવાલા સિસ્ટમથી ક્રિપ્ટો કરન્સી મારફતે પેમેન્ટ કરી બાય કાર્ગો એર કુરીયર મારફતે પ્રતિબંધિત નશાકારક પદાર્થો મંગાવી સમગ્ર રાજ્યમાં ગેરકાયેદ વેપાર કરતા હોવાથી તેમને પકડી પાડ્યા હતા.

તપાસ કરતા તેમની પાસેથી અમેરિકન હાઈબ્રિડ ગાંજાે, અમેરિકન ચરસ, લોકલ ચરસ, મેઝિક મશરૂમ તથા શેટર જેવા ડ્રગ્સ પકડાયા હતા. આ મામલે પોલીસે પૂછપરછ હાથ ધરતા ચોંકાવનારી વિગતો સામે આવી છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર બોપલમાં વંદિત પટેલ અને પાર્થ શર્મા નામના યુવકોની અમેરિકન ચરસ સહિતના ડ્રગ્સ સાથે ધરપકડ કરી હતી.

જેમાં ઝડપાયેલા વધુ બે યુવકોની પૂછપરછમાં સામે આવ્યું કે, બંને પહેલા વંદિત પાસેતી અંગત વપરાશ માટે ડ્રગ્સ ખરીદતા હતા. બાદમાં મોંધુ ડ્રગ્સ ખરીદવા માટે નાણાની વ્યવસ્થા કરવા માટે જાતે ગ્રાહકોની શોધીને ડ્રગ્સ પેડલર બન્યા હતા.

તપાસમાં વંદિત પટેલ પાસેથી ડ્રગ્સ ખરીદતા ૭૦ ટકા ગ્રાહકોમાં મોટાભાગના કોલેજના વિદ્યાર્થીઓ હોવાનું જાણવા મળ્યું છે. ડ્રગ્સકાંડમાં પકડાયેલા વંદિત પટેલ અને પાર્થ શર્માની પૂછપરછમાં સામે આવ્યું કે, તેઓ હુક્કાબાર સંચાલકો તેમજ જૂના ગ્રાહકોને માંગ પ્રમાણે ડ્રગ્સ પૂરું પાડતા હતા. બંનેની પૂછપરછમાં કેટલાક નામો પણ સામે આવ્યા છે.

જેના આધારે ઝીલ પરાતે અને વિપુલ ગોસ્વામી નામના યુવકોની ધરપકડ કરી હતી. જેમાં વંદિત પાસેથી ડ્રગ્સ ખરીદીને તેમના ગ્રુપમાં તેમજ અન્ય ગ્રાહકોને પુરુ પાડતા હતા અને બાદમાં તેઓ ડ્રગ પેડલર બની ગયા હતા. મીડિયા રિપોર્ટ મુજબ પોલીસને તેમના મોબાઈલ ફોન ડેટા તપાસતા ઘણા ગ્રાહકોના નામ અને મોબાઈલ નંબર તેમજ ઓનલાઈન નાણાં મેળવ્યાની વિગતો પણ મળી છે.

ઉપરાંત પોલીસને તપાસમાં વંદિત પટેલના ગ્રાહકોની યાદીમાં અમદાવાદ અને ગાંધીનગરમાં આવેલી પ્રીમિયર ઈન્સ્ટિટ્યુટના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. જેથી આ કેસમાં આગામી દિવસોમાં હજુ વધુને વધુ ચોંકાવનારા ખુલાસાઓ થવાની શક્યતા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.