Western Times News

Gujarati News

બુલડોઝર ફેરવ્યું તે દારુનો બોટલો જેલમાંથી મળી

પ્રતિકાત્મક

અમદાવાદ, દારુબંધી ધરાવતા ગુજરાતમાં દર વર્ષે દારુની હજારો બોટલો પર રોલર ફેરવીને પોલીસ તેનો નાશ કરી દેતી હોય છે. જાેકે, જે મુદ્દામાલ પકડાતો હોય છે તેનો ‘કાગળ’ પર કરાયેલો નાશ વાસ્તવમાં પણ થયો હોય તેવું જરુરી નથી.

કંઈક આવું જ બન્યું છે સુરતમાં બનેલી એક ઘટનામાં, જ્યાં કામરેજ પોલીસને સબજેલમાંથી ૩,૨૨૧ બોટલો મળી આવતા દારુનો જથ્થો નાશ કરવાની કામગીરી પર સવાલ ઉભા થયા હતા. આ મામલે ત્રણ કોન્સ્ટેબલ સામે પ્રોહિબિશનનો કટ્ઠેસ કરવામાં આવ્યો હતો, તેમજ દારુનો જથ્થો સબજેલમાં સંતાડવા બદલ ગુનાઈત કાવતરું રચવાની કલમ પણ લગાડવામાં આવી હતી.

જાેકે, આ મામલો અહીંથી પૂરો નથી થઈ જતો. કાયદાકીય કાર્યવાહીનો સામનો કરી રહેલા આ ત્રણ કોન્સ્ટેબલમાંથી એકે આ અંગે ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા છે. તેણે કોર્ટને જણાવ્યું છે કે, સબજેલમાંથી કુલ ૩,૨૨૧ બોટલ દારુનો જથ્થો મળ્યો છે.

જેમાંથી ૧,૬૭૮ બોટલો પોલીસ દ્વારા કોર્ટના આદેશ બાદ ઓગસ્ટ મહિનામાં ‘કાગળ’ પર નાશ કરાયેલી ૨૫,૩૬૦ બોટલોમાં સામેલ હતી. હાઈકોર્ટમાં પહોંચેલા કોન્ટેબલના દાવા અનુસાર, દારુનો જથ્થો નાશ કરાયાનું પંચનામું ખુદ પોલીસ ઈન્સ્પેક્ટરે બનાવ્યું હતું.

જાે પીઆઈએ પોતે આ સમગ્ર કાર્યવાહી કરી હોય તો નાશ કરાયેલી ૨૫,૩૬૦ બોટલોમાંથી ૧,૬૭૮ બોટલ જેલમાં કઈ રીતે પગ કરી ગઈ તે વિષય ચર્ચાનો મુદ્દો બન્યો છે. મુદ્દામાલમાંથી કથિત ચોરીના આ મામલામાં હાઈકોર્ટના જસ્ટિસ ઈલેશ વોરાએ ઉચ્ચ અધિકારીઓ પાસેથી વિગતવાર રિપોર્ટ માગ્યો છે.

પિટિશન કરનારો કોન્સ્ટેબલ પિનેશ વિઠાણી કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. કામરેજ પોલીસ સ્ટેશનના પીઆઈએ સબજેલમાં ૧૩ ઓક્ટોબરના રોજ દરોડો પાડીને દારુની બોટલો જપ્ત કરી હતી. તે વખતે કોન્સ્ટેબલ વિઠાણી ઉપરાંત એલઆરડી ગુલાબ કરસનભાઈ અને જીઆરડી ધવલ કિરિટભાઈ સામે પણ ગુનો નોંધવામાં આવ્યો હતો.

પોલીસનો દાવો છે કે સ્ટેશનમાં નાનો છે, જ્યારે દારુનો જથ્થો ખૂબ જ વધારે હોવાથી મુદ્દામાલને પોલીસ ક્વાર્ટરના રુમમાં રાખવામાં આવ્યો હતો. જાેકે, ત્રણ આરોપીઓએ મુદ્દામાલ પોલીસ સ્ટેશનમાંથી પોલીસ ક્વાર્ટરમાં શિફ્ટ કરવાના બહાને દારુની બોટલો સબજેલમાં સંતાડી દીધી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.