નિરામય ગુજરાતઃ આરોગ્ય કેમ્પનો ૧૦૮૩ પોલીસ કર્મીઓએ લાભ લીધો

(માહિતી) વડોદરા, વડોદરા જિલ્લામાં આજે નિરામય ગુજરાત દિવસની ઉજવણીના ભાગરૂપે ૫૬ આરોગ્ય કેન્દ્રમાં જિલ્લાના પોલીસ કર્મચારીઓ તથા તેમના પરિવારજનો માટે નિરામય આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કેમ્પમાં કુલ ૫૮ હેલ્થ આઈ.ડી આપવામાં આવ્યા હતા. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સુરેન્દ્ર જૈને જણાવ્યું કે આ નિરામય આરોગ્ય કેમ્પમાં૧૦૮૩ સ્ક્રીનીંગ અને ૮૧૭ બ્લડ સેમ્પલ લેવા આવ્યા હતા.
જેમાં ડાયાબીટીસના ૧૫૩, હાયપરટેન્શનના ૧૩૪, એનીમિયાના ૨૭, કિડનીની બિમારીના ૧૯ અને અન્ય બીમારી ૪૯ સહિત કુલ ૩૮૩ પોલીસ કર્મીઓના આરોગ્યનું નિદાન અને સારવાર કરવામાં આવી હતી. આ કેમ્પનો કુલ ૧૦૮૩ પોલીસ કર્મચારીઓએ લાભ લીધો હતો.૧૩ દર્દીઓને રિફર કરવામાં આવ્યા હતા.
શુક્રવારને નિરામય દિવસ તરીકે નિર્ધારિત તેના ભાગરૂપે આજે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ૩૦ ની ઉંમરના લોકોની સાથે જિલ્લા પોલીસ દળમાં કાર્યરત અધિકારીઓ અને કર્મચારીઓની આરોગ્ય તપાસ કરીને નિરામય હેલ્થ કાર્ડ બનાવવામાં આવ્યા હતા.
નિરામય આરોગ્ય અભિયાન હેઠળ ઉપરોક્ત વય જૂથના લોકોને ડાયાબિટીસ,બ્લડ પ્રેશર,કેન્સર,હૃદયરોગ જેવી જીવન શૈલી સાથે સંકળાયેલા રોગો સામે સુરક્ષિત કરવા વિવિધ પ્રકારની આરોગ્ય તપાસ કરીને દરેક લાભાર્થીનું હેલ્થ કાર્ડ બનાવવામાં આવે છે.