Western Times News

Gujarati News

સુરતમાં એક જ જમીન ૪ જણાને વેચીને છેતરપિંડી આચરી

પ્રતિકાત્મક

નવાગામ, સુરત એલ એચ રોડ ગાંધી વિહાર સોસાયટીમાં રહેતા અને મહાબળેશ્વર ખાતે બાપા સીતારામ હોટલ ચલાવતા યશવંતભાઈ છગનભાઈ સાવલિયાએ પોતાનાં મિત્ર મારફતે ખાનપુર ગામનાં જમીન દલાલ ઈશ્વરસિંહ ઉર્ફે બચુકાકા છીતુભાઈ ચૌહાણ મારફતે ખાનપુર ગામની બ્લોક નં.૨૧૧ વાળી ૭ વીઘા જમીન કિંમત ૩,૭૬,૦૦૦ રૂપિયા નક્કી કરી વિષ ૨૦૦૮માં જિતેન્દ્રસિંહ ફતેસિંહ વાંસિયા પાસેથી રાખી હતી.

વર્ષ તથા ચેકથી પેમેન્ટ કર્યા બાદ તા.૫-૪-૨૦૦૮ના રોજ કામરેજ સબ રજીસ્ટ્રાર ક્ચેરીમાં રજી. દસ્તાવેજ નં.૨૩૬૯ કરી આપ્યો હતો. તેમની સલામતી રાખવી હોય તો અહીંથી ચાલ્યો જા, અને જમીન તથા તે આપેલા પૈસા ભુલી જા એમ જણાવ્યું હતું. ત્યારબાદ યશવંત સાવલિયાએ પોતાનાં વકીલ મારફતે કામરેજ મામલતદાર ક્ચેરીમાંથી સર્ચ રિપોર્ટ કઢાવતા તેે જમીન વેચવા અગાઉ હાજાભાઈ પુંજાભાઈ કડછાને પાવર એટર્ની કરી જમીન આપી હતી.

હાજાભાઈએ રજી.વેચાણ દસ્તાવેજ નં.૬૩૭થી પ્રફુલ્લભાઈ છગનભાઈ ટાંકને આપી હતી, અને તા.૫-૪-૨૦૦૮નાં જિતેન્દ્રસિંહ તે જમીન અરજી વે.દ.૨૩૬૯થી યશવંત સાવલિયાને વેચી હતી. જિતેન્દ્રસિંહ ફરીથી પાવર આફ એટર્ની કરી લાલજીભાઈ લવજીભાઈ સાવલિયાને વેચી હતી.

તા.૨-૯-૨૦૦૮થી લાલજીએ વે.દ.૫૨૯૯થી પરેશભાઈ વાઘજીભાઈ નસીતને વેચી હતી. ત્યારબાદ ફરીથી જિતેન્દ્રસિંહ વે.દ.૨૩૩૫થી તા.૨૯-૭-૨૦૦૬થી અશોકસિંહ ચંદ્રસિંહ વાંસિયાને વેચી હતી. આમ જિતેન્દ્રસિંહ ફત્તેસિંહ ચૌહાણે એક જ જમીન વારંવાર વેચી તેનાં મળતિયા બગુમરા ગામનાં અશોકસિંહ ચંદ્રસિંહ વાંસિયા સાથે મળી જમીનમાં ગેરકાયદે કબ્જાે કરી લીધો હતો.

જમીન પચાવી પાડવાના ઈરાદે પોતાનાં પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપતા બંને વિરુદ્ધ કામરેજ પોલીસ મથકે છેતરપિંડી વિશ્વાસની ફરિયાદ નોંધાવી હતી. ખાનપુર ગામનાં ખેડૂતે એક જ જમીન ચાર જણાને વેચી નાણાં લીધા બાદ ખેડૂત ખાતેદાર મટી જવાના બહાને ૭-૧૨માં એન્ટ્રી નહીં પડવા દઇ બે વખત દસ્તાવેજ તથા બે વખત પાવર ઓફ એટર્નીથી જમીન વેચી વેચાણ રાખનારે નાણાં માંગતા પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપી.

કામરેજ પોલીસ મથકે જમીનનાં મુળ માલિક ખાનપુર ગામના જિતેન્દ્રસિંહ ફત્તેસિંહ ચૌહાણ તથા અશોકસિંહ ચંદ્રસિંહ વાંસિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. અને જણાવ્યું હતું કે, હાલ ૭-૧૨માં તમારું નામ નોંધાવી દઈશ તો ખાતેદારમાંથી નીકળી જઈશ. હું ગામમાં બીજી જમીન ખરીદી લઉં ત્યારબાદ તમે કાચી નોંધથી લઇને પ્રમાણિત કરવા સુધીની કાર્યવાહી કરાવી આપીશ.

જેથી સંમતિ આપી હતી. યશવંત સાવલિયાને ધંધાનાં કામે બહાર જવાનું તું હોય જમીન ખેડી શકે એમ ન હોય. વાર્ષિક ૧૧૦૦૦રૂ.નાં ગણોતે જિતેન્દ્રસિંહે જમીન ખેડવા આપી હતી. જેનું ગણોત ૨૦૧૩ સુધી રાબેતા મુજબ ચુકવ્યું હતું. અને ૭-૧૨માં નોંધ કરાવવાનું કહેતા ગલ્લા તલ્લા કર્યા હતા. જેથી છેતરપિંડી થઈ હોવાનો શક જતાં કામરેજ મામલતદાર ક્ચેરીમાંથી ૭-૧૨ કઢાવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.