Western Times News

Gujarati News

કેટરીના કૈફ તથા વિકી કૌશલ ૩ દિવસની સિક્યોરિટી પાછળ ૧૫ લાખ રૂપિયા ખર્ચશે

મુંબઇ, છેલ્લાં ઘણાં સમયથી વિકી કૌશલ તથા કેટરીના કૈફ લગ્નને કારણે ચર્ચામાં છે. માનવામાં આવે છે કે ડિસેમ્બરમાં બંને રાજસ્થાનના સાવઈ માધોપુરમાં લગ્ન કરશે. અહીંયા સિક્સ સેન્સ ફોર્ટમાં ૭થી ૧૨ ડિસેમ્બરની વચ્ચે લગ્ન કરશે. હવે એવી વાત થઈ રહી છે કે મીડિયામાં લગ્નના સમાચાર લીક થયા બાદ બંનેએ સિક્યોરિટી વધારી દીધી છે.

નિકટના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, વિકી તથા કેટરીનાએ પોતાના લગ્નની સિક્યોરિટીની જવાબદારી જયપુર સ્થિત એમ એચ સિક્યોરિટી સર્વિસને આપી છે. આ પ્રાઇવેટ સિક્યોરિટી કંપની છે.

આ કંપનીએ આમિર ખાન, સંજય દત્ત, અર્જુન રામપાલ, કમલ હાસન, ટાઇગર શ્રોફ, હિમેશ રેશમિયા, રાજકુમાર રાવ, આલિયા ભટ્ટ, રિતેશ દેશમુખ, વિદ્યુત જામવાલ તથા ફરાહ ખાનને સિક્યોરિટી આપી છે. રાજસ્થાનમાં જ્યારે પણ કોઈ બિગ ઇવેન્ટ હોય છે, ત્યારે મોટાભાગના સેલેબ્સ આ જ સિક્યોરિટીને સુરક્ષાની જવાબદારી આપતા હોય છે.

વિકી તથા કેટરીનાના લગ્નની વાત કરીએ તો કપલે આ એજન્સી સાથે માત્ર એક જ વાર મિટિંગ કરી છે. સૂત્રોના મતે, તે મિટિંગમાં પહેલાં ૧૦૦ ગાર્ડ્‌સની વાત થઈ હતી. જાેકે, હવે પ્લાન બદલવામાં આવ્યો છે. હવે મીડિયામાં લગ્નની વાત જાહેર થતાં બંને એક્ટર્સની ચિંતા અનેકગણી વધી ગઈ છે.

લગ્નમાં કોઈ પણ જાતની મુશ્કેલી આવે તેમ તેઓ ઈચ્છતા નથી. કપલે હવે ૧૦૦ને બદલે ૧૫૦ સિક્યોરિટી ગાર્ડ સામેલ કરવાનો ર્નિણય લીધો છે, જેમાં મેલ-ફીમેલ બૉડીગાર્ડ હશે. સિક્યોરિટી ગાર્ડ ઉપરાંત ટ્રાફિક રેગ્યુલેશન, સેલેબ્સ એક્સેસ જેવી સર્વિસ પણ સામેલ છે.

માનવામાં આવે છે કે ત્રણ દિવસની સિક્યોરિટી પાછળ કેટ-વિકી ૧૫ લાખ રૂપિયા ખર્ચ કરશે, એટલે કે એક દિવસના પાંચ લાખ રૂપિયા થયા.આ વર્ષે દિવાળીના દિવસે ફિલ્મ ડિરેક્ટર કબીર ખાનના ઘરે રોકા સેરેમની થઈ હતી. ફંક્શનમાં કેટરીનાની માતા સુઝાન તથા બહેન ઈઝાબેલ સામેલ થયા હતા. વિકી કૌશલના પેરેન્ટ્‌સ તથા ભાઈ હાજર હતા.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.