Western Times News

Gujarati News

પાલનપુરમાંથી ૨,૫૩,૨૦૦ રૂપિયાની કીમતની ૨૩૫૨ વિદેશી દારૂની બોટલો ઝડપાઇ

પ્રતિકાત્મક

પાલનપુર, ગુજરાત હવે દારૂ બાદ ડ્રગ્સનું પણ સ્વર્ગ બની રહ્યું છે. જાે કે ગુજરાતમાં દારૂ બંધી તો માત્ર ચોંપડે જ છે નહી તો ચોરે અને ચૌટે જાેઇએ તેટલો દારૂ મળે છે. પરંતુ હવે તે દિવસો દુર નથી જ્યારે ડ્રગ્સ પણ હાટડીઓમાં મળતું થઇ જાય. ગુજરાતમાં ડ્રગ્સનું દુષણ દબાવવામાં પોલીસ નિષ્ફળ સાબિત થઇ હોય તેવું સ્પષ્ટ રીતે લાગી રહ્યું છે.

ગુજરાતમાંથી કરોડો રૂપિયાનાં ડ્રગ્સના કન્સાઇન્ટમેન્ટ પકડાયા છે. આ ઉપરાંત કોઇ એક નહી પરંતુ જેવા પ્રકારનાં જાેઇએ તેવા ડ્રગ્સ સરળતાથી મળી રહી છે.

જાે કે દારૂની ઘુસણખોરી માટેના સ્વર્ગ એવા રાજસ્થાન બોર્ડર પરથી પોલીસ વારંવાર દારૂ ઝડપે છે તેમ છતા પણ બુટલેગરો અલગ અલગ તરકીબોથી દારૂ ઘુસાડતા હોય છે. તેવમાં બનાસકાંઠાના માવસરી પોલીસ સ્ટેશનના વિસ્તારમાંથી એલસીબી દ્વારા વિદેશી દારૂ ઝડપી લીધો હતો.

પોલીસે બાતમીના આધારે સણવાલ પાસે ગાડીનો પીછો કરી ટાટા સુમો ગાડીમાંથી ૨,૫૩,૨૦૦ રૂપિયાની કીમતની ૨૩૫૨ વિદેશી દારૂની બોટલો ઝડપી પાડી હતી. આરોપીઓને પણ ફિલ્મી સ્ટાઇલે પીછો કર્યો હતો. જાે કે આરોપી નાસી છુટવામાં સફળ રહ્યો હતો.

પોલીસ દ્વારા સમગ્ર મામલે વિદેશી દારૂ અને ગાડી સહિત ૪,૩૫,૨૦૦ રૂપિયાનો મુદામાલ કબ્જે કર્યો છે. જાે કે પોલીસને ચકમો આપીને આરોપી ફરાર થવામાં સફળ રહ્યો હતો. પોલીસે ફરાર ગાડી ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત કઇ રીતે દારૂ ઘુસાડવામાં આવ્યો, દારૂ ક્યાંથી ખરીદાયો હતો વગેરે મુદ્દે તપાસ ચલાવાઇ રહી છે. હાલ સમગ્ર મુદ્દે તપાસ બાદ જ સામે આવશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.