GPSCની ૧૯મીની પરીક્ષા ૨૬ ડિસેમ્બરે યોજાશે

પ્રતિકાત્મક
ગુજરાત જાહેર સેવા આયોગના પરિપત્ર મુજબ વહીવટી સેવા વર્ગ-૧ની પરીક્ષા ૧૬ ડિસેમ્બરના રોજ યોજાશે
ગાંધીનગર, ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચુંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે, જેના કારણે તેની સીધી અસર જીપીએસસીની પરીક્ષાઓ પર પડી છે. જીપીએસસીની પ્રાથમિક પરીક્ષાની તારીખોમાં ફેરફાર થયો હોવાની માહિતી મળી રહી છે.
તમને જણાવી દઈએ કે અગાઉ ૧૯ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ જીપીએસસીની પ્રાથમિક પરીક્ષા યોજાવાની હતી. પરંતુ હવે તારીખ પાછી ઠેલાઈ છે. જીપીએસસીની પ્રાથમિક પરીક્ષા ૨૬ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ યોજાશે. આ વિશે મળતી માહિતી પ્રમાણે જીપીએસસીની પ્રાથમિક પરીક્ષાની તારીખોમાં ધરખણ ફેરફાર કરવામાં આવ્યો છે.
જેના કારણે હવે ૧૯ ડિસેમ્બરે યોજાનારી પરીક્ષા હવી સીધી ૨૬ ડિસેમ્બર એટલે કે ગ્રામ પંચાયતોની ચૂંટણી પછી યોજાશે. હાલ તેને લઈને ગુજરાત જાહેર સેવા આયોગે એક પરિપત્ર બહાર પાડ્યો છે. જેમાં જીપીએસસીની પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરાયો હોવાનો ઉલ્લેખ કરાયો છે.
ગુજરાત જાહેર સેવા આયોગના પરિપત્ર મુજબ વહીવટી સેવા વર્ગ-૧ની પરીક્ષા ૧૬/૧૨ના યોજાશે. નપા મુખ્ય અધિકારી-૨ની પરીક્ષા ૧૬/૧૨ના યોજાશે. મદદનીશ નિયામક-૨ની પરીક્ષા ૨ જાન્યુઆરીના યોજાશે. આંકડાકીય સેવા વર્ગ-૧ની પરીક્ષા ૨ જાન્યુઆરી ૨૦૨૨ના યોજાશે અને જુનિયર ટાઉન પ્લાનરની પરીક્ષા ૯ જાન્યુઆરીના રોજ યોજવાનો ર્નિણય કરાયો છે.
ગુજરાત જાહેર સેવા આયોગે પરિપત્ર પ્રમાણે નીચે મુજબની પરીક્ષામાં ફેરફાર કર્યો. વહીવટી સેવા વર્ગ-૧ની પરીક્ષા ૧૬/૧૨ના યોજાશે , નપા મુખ્ય અધિકારી-૨ની પરીક્ષા ૧૬/૧૨ના યોજાશે, મદદનીશ નિયામક-૨ની પરીક્ષા ૨ જાન્યુઆરીના યોજાશે, આંકડાકીય સેવા વર્ગ-૧ની પરીક્ષા ૨ જાન્યુઆરીના યોજાશે, જુનિયર ટાઉન પ્લાનરની પરીક્ષા ૯ જાન્યાઆરીના યોજાશે.