NCBએ આર્યનખાનનું કલમ ૬૭ હેઠળ નોંધેલ નિવેદન આરોપીએ ગુનો કર્યો છે તેના અનુમાન માટેના સાધન તરીકે કરી શકાય નહીં
અમેરિકાની કનેક્ટિક્ટ રાજ્યની વિધાનસભાએ ૨૦૦૬માં નિર્દોષ ઠરેલા આરોપીને પચાસ લાખ ડોલરનું વળતર આપેલું! ભારતમાં પુરાવા વગર થતા કેસોમાં વળતર કોણ ચૂકવશે?!
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ આર્યનખાનનું કલમ ૬૭ હેઠળ નોંધેલ નિવેદન આરોપીએ ગુનો કર્યો છે તેના અનુમાન માટેના સાધન તરીકે કરી શકાય નહીં – જસ્ટીસ નીતિનભાઈ સાબ્રે
તસવીર મુંબઈ હાઈકોર્ટની છે જ્યારે ઈનસેટ મુંબઇ હાઇકોર્ટના જસ્ટીસ શ્રી નીતિનભાઈ સાબ્રેની છે જેમણે નાર્કોટિક્સ ડ્રગ્સ કંટ્રોલ બ્યુરોના અધિકારી સમીર વાનખેડે એ કથિત તપાસ કરી આર્યન ખાન ઉપર અને અન્ય આરોપીની લીંક જાેડીને ધરપકડ કરી હતી તેમાં જામીન આપતા હુકમ કરતા નોધ્યું છે કે
‘આઝાદી મેળવવા કરતાં આઝાદી જાળવી વધુ કઠિન છે’ –જ્હોન કોલ્હન
‘‘આર્યનખાને ગુન્હાહિત ષડયંત્ર રચ્યાના કોઈ પુરાવા નથી એટલું જ નહીં એનડીપીએસ એક્ટ ની કલમ ૬૭ હેઠળ નોંધેલ કબૂલાત નિવેદન ફક્ત તપાસના આશયથી જરૂરી ગણી શકાય પરંતુ તેનો ઉપયોગ આરોપીએ ગુનો કર્યો છે તેના અનુમાન ના સાધન તરીકે કરી શકાય નહીં”!! મુંબઇ હાઇકોર્ટના જસ્ટીસ શ્રી નીતિનભાઈ સાબ્રે જામીન અરજી પર ચુકાદો જાહેર કર્યો પણ તેનાથી આટલો ગંભીર મુદ્દો પતી જતો નથી
પણ કેન્દ્ર સરકારે આવા કેસ મૂકનાર અધિકારીઓ સામે તપાસનો આદેશ આપી આ પ્રકારના કથિત કેસો પર નજર રાખવાની જરૂર છે અને આવા કેસની ટ્રાયલ ઝડપથી પૂર્ણ કરવી જાેઈએ અને કોઇપણ અધિકારી આવા મોટા કેસો કરે તો તેના પગારમાંથી વળતરની વસૂલાત કરી નિર્દોષ ઠરેલા આરોપીને પૈસા ચૂકવવા જાેઈએ!
અને તપાસ અધિકારી ને સસ્પેન્ડ કરી દેવા જાેઈએ અત્રે એ નોંધનીય છે કે અમેરિકાના કનેક્ટિકટ પ્રાંતમાં ૧૯૮૮માં વર્ષમાં દુષ્કર્મના એક આરોપસર ૪૫ વર્ષની કેદની સજા આરોપીને ફટકારી હતી અદાલતની અપીલમાં ડી.એન.એ તપાસમાં આરોપી ટેલમેન નિર્દોષ છુંટતાં ૨૦૦૬ની સાલમાં બહાર આવતા અમેરિકન કનેક્ટિકટ રાજ્યની પ્રતિનિધિ સભાએ લાંબી ચર્ચા ના અંતે કેદીને ૫૦ લાખનું વળતર ચૂકવવા ના પ્રસ્તાવને મંજૂરી આપતા સભાના અધ્યક્ષ જેમ્સ અમાને જણાવ્યું હતું કે ‘‘કોઈપણ રકમ અન્યાય ની કાળી શાહી ને ધોઈ શકતું નથી,
પરંતુ અમે આરોપીના ‘ઘાવ”પર મલમ લગાડવા નો પ્રયાસ કરીએ છીએ”!! ભારતમાં પોલીસ અધિકારીઓ બેદરકારીભરી તપાસ કરી ગુનો નોંધી કાઢે છે તે સામાન્ય માનવીના મૂળભૂત અધિકારોની હત્યા થઈ જાય છે અને જિંદગી નર્કાગાર બની જાય છે! માટે સરકાર અને ન્યાયતંત્રે આ બાબતે મહત્વપૂર્ણ અવલોકન કરી દિશાનિર્દેશ જાહેર કરવાની જરૂર છે! ગરીબ માનવી મોટા વકીલો કઈ રીતે કરી શકે?! તસવીર કેસની તપાસ કરનાર સમીર વાંખેડે ની છે જ્યારે બીજી થશે જામીન પર છૂટેલા આર્યનખાનની છે (તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા મુસ્કાન દ્વારા)
અમેરિકાના સાતમા પ્રમુખ જાેનસી કોલ્હો ને કહ્યું છે કે ‘‘આઝાદી મેળવવા કરતા આઝાદી જાળવી રાખી વધુ કઠિન છે’’!! જ્યારે પોલેન્ડના પ્રમુખ લોન્ચ વાલેસાએ કહ્યું છે કે ‘‘સ્વતંત્રતા માટે ભલે કિંમત ચૂકવવી પડી હોય વાસ્તવમાં એ અમૂલ્ય હોય છે, માટે મસ્તક હંમેશા ઊંચું રાખો’’!!
મુંબઈ હાઈકોર્ટના નાર્કોટિક્સ ડ્રગ્સ કંટ્રોલ બ્યુરોએ રેડ કરી ક્રૂઝપ્રકરણમાં શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન ની એન ડી પી સી એક્ટ હેઠળ ધરપકડ કરી એન ડી પી એસ એક્ટની કલમ ૬૭ હેઠળ નિવેદન નોંધી ધરપકડ કરી હતી આ કેસ સંદર્ભે મુંબઇ હાઇકોર્ટના જસ્ટીસ શ્રી નીતિનભાઈ સાબ્રે એ આર્યન ખાનને જામીન આપતાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ મૂકેલા તમામ આરોપો ફગાવી દેતા ચૌદપાનાંની જામીન અરજીમાં અનેક મહત્વ નિરિક્ષણ કર્યા છે
પ્રશ્ન આરોપીને જામીન મળ્યા ત્યાંથી પતી જતો નથી વ્યક્તિ માનસિક, શારીરિક અને સામાજિક રીતે હેરાન થઈ જાય એનો શું?! આ ભારતીયોએ ગમે તે વિચારવાનો સમય આવે છે.