Western Times News

Gujarati News

PMJY કાર્ડની કામગીરી નહીં કરનાર કોન્ટ્રાકટરને બ્લેકલીસ્ટ કરવા ચિમકી

નવા પશ્ચિમ ઝોનની ઝોનલ મીટીંગમાં કોર્પોરેટરોની વ્યાપક ફરીયાદો

(એજન્સી) અમદાવાદ, ઉતર-પશ્ચિમ ઝોન અને દક્ષિણ-પશ્ચિમ ઝોનની ઝોનલ મીટીંગમાં લાભાર્થીઓને પીએમજેવાય કાર્ડ કાઢી આપવામાં ધાંધિયા, પીએમજે વાય કાર્ડ સહિતની કામગીરી નહીંક રતા કોન્ટ્રાક્ટરોને બ્લેકલીસ્ટ કરવા અને છૂટા કરવાની ચિમકી અપાઈ હતી. જ્યારે સીએનસીડી વિભાગના અધિકારી રૂા.૧.રપ લાખનો હપ્તો લેતા હોવાના ચોંકાવનારા આક્ષેપને પગલે વિવાદ સર્જાયો છે. શહેરના નવા પશ્ચિમ ઝોનમાં સફાઈ કામગીરી, ઉભરાતી ડ્રેનેજ, સીઅન સીડી દબાણો સહિતના મુદ્દે ભાજપ-કોંગ્રેસના કોર્પોરેટરોએ વ્યાપક ફરીયાદો કરી હતી.

શહેરના ચૂંટાયેલા કોર્પોરેટરોની ફરીયાદો અને પ્રશ્નોનો નિકાલ કરવામાં ઉદાસીન વલણ દાખવતા મ્યુનિસિપલ અધિકારીઓ સામાન્ય નાગરીકોની ફરીયાદો કે રજુઆતો ક્યાંથી સાંભળેેે?? એવો પ્રશ્ન સર્જાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર દેશમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (પીએમજેેવાય)નો અમલ કરવામાં આવ્યો છે. આ યોજના હેઠળ નાગરીકોને પીએમજેવાય કાર્ડ કાઢી આપવામાં આવે છે.

ઉત્તર પશ્ચિમ ઝોનમાં આધાર કાર્ડ લીંક થતુ નથી. સર્વર ડાઉન, સહિત ટેકનિકલ ખામીઓના કારણો આગળ ધરીને પીએમજેવાય કાર્ડ કાઢી આપવામાં આવતા ન હોવાથી નાગરીકોને હાલાકીનો સામનો કરવો પડે છે. અને પીએમજેવાય કાર્ડના લાભથી વંચિત રહેવુૃ પડે છે. આ મુદ્દે કોન્ટ્રાક્ટરે આધાર કાર્ડ સહિતનો ડેટા અપલોડ થતો ન હોવાનું બહાનું આગળ ધરીને પાંગળો બચાવ કરવાનો પ્રયત્ન કર્યો છે.

જાે કે સ્ટેન્ડીંગ ચેરમેન, પ્રભારી એ તેના આકરા પ્રત્યાઘાત આપીને કહ્યુ હતુ કે અન્ય વોર્ડમાં પીએમજે વાય કાર્ડ ઈસ્યુ કરવામાં કોઈ પ્રોબ્લેમ થતા નથી. ઉપરાંત ઝોનલ મીટીંગ કોન્ટ્રાક્ટરની હાજરીની ગંભીર નોંધ લઈને બ્લેક લીસ્ટ કરવા અને કામ નહી કરનારા કોન્ટ્રાક્ટરને છૂટા કરવાની ચિમકી અપાઈ હતી. ઘાટલોડીયાના બીજેપી કોર્પોરેટર મનોજ પટેલે કહ્યુ હતુ કે સીએનસીડી વિભાગના અધિકારીને રખડતા ઢોર અંગેની ફરીયાદકરવા છતાં કોઈ પગલાં લેવાતા નથી.

અધિકારીના નામનો ઉલ્લેખ કરીને રૂા.૧.રપ લાખનો હપ્તો લેતા હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો. સફાઈ કામગીરી, પાણી, ડ્રેનેજ અને રસ્તાના પ્રશ્નો અંગે કરાતી ફરીયાદો અધિકારીઓ સાંભળતા જ નથી. અને કોઈ પગલાં લેતા ન હોવાથી નાગરીકોને હાલાકીનો સામનો કરવો પડે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.