હજુ 48 કલાક ગુજરાતમાં અતિશય ભારે વરસાદની આગાહી : આયોજકો પણ ટેન્શનમાં છે.
અમદાવાદ: અમદાવાદ સહિત રાજ્યભરમાં હાલ વરસાદી માહોલ છે. ત્યારે હવામાન વિભાગે આગામી 48 કલાક ગુજરાતમાં અતિશય ભારે વરસાદી આગાહી કરી છે. કંડલાથી 40 કિમી ઉત્તર-પૂર્વમાં ડિપ્રેશન સર્જાતાં ગુજરાતમાં ભારેથી અતિભાર પડી શકે છે. ડિપ્રેશન પ્રતિકલાકે 5 કિમીની ગતિએ આગળ વધી રહ્યું છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે. આમ ગુજરાતમાં હજુ પણ વરસાદ બંધ થાય તેવી શક્યતાઓ નથી. ગુજરાતમાં આ વર્ષે ચોમાસું અતિવૃષ્ટિની સ્થિતિ તરફ આગળ વધતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ત્યારે વરસાદે નવરાત્રિમાં પણ વિઘ્ન કરતા ખેલૈયાઓનો ઉત્સાહ પણ ઘટી ગયો છે. જોકે હવામાન વિભાગની આગાહી મુજબ આવતીકાલથી વરસાદની તીવ્રતા ઘટી શકે છે.
ગ્રાઉન્ડમાં પાણી ભરાતા ખેલૈયાઓ ટેન્શનમાં છેલ્લા દોઢ મહિના ગુજરાતમાં સતત વરસાદ વરસી રહ્યો છે. જેમાં સૌથી વધુ સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનો 136 ટકા વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના પગલે પાકને નુકશાન થતા ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે. તો બીજી તરફ હાલ નવરાત્રિનો માહોલ ચાલી રહ્યો છે. ત્યારે ગ્રાઉન્ડમાં વરસાદી પાણી ભરાતા ખેલૈયાઓ અને ગરબા આયોજકો પણ ટેન્શનમાં છે.