આઈપીએલ બીજી એપ્રિલે શરૂ થવાની શક્યતા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/09/IPL-1024x768.jpg)
File
નવી દિલ્હી, આગામી વર્ષે ૧૦ ટીમો સાથે આઈપીએલ ૨૦૨૨ નો અલગ જ અંદાજ જાેવા મળશે. આઈપીએલમાં આ વખતે ૧૦ ટીમો ભાગ લેશે અને કુલ ૭૪ મેચ રમાશે. બીસીસીઆઈના સૂત્રો દ્વારા એવી માહિતી સામે આવી છે કે ૨ એપ્રિલ સંભવિત તારીખ છે જ્યારે આઈપીએલ ૨૦૨૨ ટુર્નામેન્ટ શરૂ થઈ શકે છે.
ક્રિકબઝના જણાવ્યાં મુજબ એ વાત પર સહમતિ થઈ ગઈ છે કે આઈપીએલ ૨૦૨૨ ૬૦ દિવસ કરતા પણ વધુ દિવસ સુધી ચાલશે. જૂનના પહેલા સપ્તાહમાં ફાઈનલ મેચ કરાવવાની વાત થઈ રહી છે. જેની સંભવિત તારીખ ૪ કે ૫ જૂન છે.
આ દરમિયાન તમામ ટીમો ૧૪-૧૪ મેચ રમશે. જેમાંથી ૭ મેચ પોતાના હોમ ગ્રાઉન્ડ પર અને ૭ મેચ વિપક્ષી ટીમના મેદાન પર રમશે. જાે કે હાલ બીસીસીઆઈએ ઓફિશિયલ શિડ્યૂલ જાહેર કર્યું નથી. આઈપીએલ ૨૦૨૨ ને લઈને એટલા માટે પણ ઉત્સાહ છે કારણ કે આ વખતે સમગ્ર આઈપીએલ સીઝનનું આયોજન ભારતમાં જ થશે.
બીસીસીઆઈના સચિવ જય શાહ હાલમાં જ એ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે આઈપીએલ ૨૦૨૨ની સીઝન ભારતમાં જ રમાશે. આઈપીએલ ૨૦૨૨ની પહેલી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાવવાની સંભાવના છે.
અત્રે જણાવવાનું કે હાલમાં જ મહેન્દ્રસિંહ ધોનની કેપ્ટનશીપ હેઠળ ચેન્નાઈ સુપરકિંગ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને ફાઈનલમાં હરાવીને ખિતાબ પર કબજાે કર્યો હતો.
અત્રે જણાવવાનું કે ગત બે વર્ષથી આઈપીએલનું આયોજન ભારતની જગ્યાએ યુએઈમાં થઈ રહ્યું છે. આઈપીએલ ૨૦૨૦ની આખી સીઝન કોરોનાના કારણે યુએઈમાં થઈ હતી. જ્યારે આ વર્ષે આઈપીએલ ૨૦૨૧નો બીજાે ફેઝ યુએઈમાં આયોજિત થયો હતો.SSS