Western Times News

Gujarati News

વેબ સિરીઝ “ગીત”નું પ્રીમિયર અમદાવાદમાં યોજાયું

આરજે રુહાન આલમ અને શ્રદ્ધા ડાંગર મુખ્ય ભૂમિકાઓમાં જોવા મળશે -આ પ્રથમ મ્યુઝિકલ ગુજરાતી વેબ સિરીઝ છે જે સિંગરનો સંઘર્ષ દર્શાવે છે

અમદાવાદ: ક્રિસ્ટલ કલર્સ દ્વારા અપકમિંગ મ્યુઝિકલ ગુજરાતી વેબ સિરીઝ “ગીત”ની ઘોષણા કરવામાં આવી છે. આરજે રુહાન આલમ અને શ્રદ્ધા ડાંગરની મુખ્ય ભૂમિકા દર્શાવતી આ ફર્સ્ટ મ્યુઝિકલ ગુજરાતી વેબ સિરીઝ છે, જેમાં મ્યુઝિક અને સિંગરના સ્ટ્રગલ વિશેની કહાની દર્શાવવામાં આવી છે, જેનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું, અને આ વેબ સિરીઝનો પ્રથમ એપિસોડ 8 ઓક્ટોબરના રોજ રજૂ કરવામાં આવશે.

મુખ્ય ભૂમિકા ભજવી રહેલ આરજે રુહાને જણાવ્યું હતું કે, “આ વેબ સિરીઝ ઘણી અલગ છે, જે સંપૂર્ણ રીતે સંગીત પર આધારિત છે. “ગીત” વેબ સિરીઝમાં 4 એપિસોડ્સ હશે. એક સંઘર્ષશીલ સિંગરનું જીવન દર્શાવતી આ વેબસીરીઝમાં નાયક (આરજે રુહાન) એક પ્રોડ્યુસરની શોધમાં હોય છે કે જે તેનું નવું વિડીયો સોન્ગ તૈયાર કરી શકે.

પરંતુ તેને સફળતા મળતી નથી. કોઈપણ પ્રોફેશનમાં એક સંઘર્ષશીલ વ્યક્તિની જે વ્યથા હોય છે, જે મુશ્કેલી હોય છે તે તમામ મુશ્કેલી આ ગાયકના જીવનમાં આવે છે, તે બાબત આ વેબ સિરીઝમાં દર્શાવવામાં આવી છે. ગીતમાં કોઈપણ સિંગર પ્રત્યે ભેદભાવ દર્શાવતી નથી પરંતુ કોઈપણ કલાકાર કે જે પોતાના જુસ્સા માટે સંઘર્ષ કરે છે તે દર્શાવે છે.” દેવેશ રાવલ દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલ આ વેબ સિરીઝ આરજે રુહાન આલમ દ્વારા લખવામાં આવેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.