હત્યા બાદ દાહોદના સંજેલીના જંગલમાં યુવતિની લાશ સળગાવી દેનાર બે સગીર સહિત ૩ ઝડપાયા

પ્રતિકાત્મક
દાહોદ, દાહોદ જીલ્લાના સંજેલી તાલુકાના ભાણપુરા ગામે આવેલા જંગલ વિસ્તારમાંથી એક ૧૯ વર્ષીય યુવતિનો ચહેરો બળી ગયેલી હાલતમાં લાશ મળી હતી.
આ મામલે મૃતક યુવતિના પિતા દ્વારા દાહોદના વાદરીયા ગામે રહેતા એક યુવક વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે એક યુવક સહિત બે બાળ કિશોર મળી ત્રણની ધરપકડ કરતા યુવતિ સાથે પ્રેમસંબંધ રાખવાની ના પાડતા યુવકે તના બે બાળ કિશોર મિત્રો સાથે મળીને યુવતિનુૃ ગળુ દબાવીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. અને બાદમાં પુરાવાઓનો નાશ કરવા માટે યુવતિના મોંઢા પર પેટ્રોલ છાંટીને લાશને જંગલ વિસ્તારમાં ફેંકી દઈ ફરાર થઈ ગયા હોવાની પોલીસ સમક્ષ કબુલાત કરી હતી.
સંજેલીના ભાણપુર ગામે વેડલાવાળા જંગલમાં ૧૯ વર્ષીય યુવતિની અર્ધ બળેલી લાશ મળી આવી હતી. આ મામલે યુવતિના પિતાએ ે વાંદરીયા ગામના મેહુલ પરમારની સંડોવણી હોવાનો આક્ષેપ કરતા પોલીસે મેહુલ હિંમચંદભાઈ પરમારની અટકાયત કરી હતી અને તેની સઘન પૂછપરછ કરતા મેહુલે પોલીસને જણાવ્યુ હતુ કે છેલ્લા એક વર્ષથી યુવતિ અને તેની વચ્ચે પ્રેમસંબંધ હતો પરંતુ છેલ્લા બે માસથી મેહુલ સાથે પ્રેમસંબંધ રાખવાની ના પાડતાં મેહુલે તેણીનું કાસળ કાઢવાનુૃ નકકી કર્યુ હતુ.
ગતરોજ મહેુલ તથા તેના બે સગીર મિત્રો મોટરસાયકલ લઈ વાંદરીયા ગામે આવ્યા હતા. વહેલી સવારના નવેક વાગ્યાના સુમારે મેેહુલે યુવતિને મળવા માટે ફોન કરીને બોલાવી હતી. યુવતિ પોતાનું એક્ટીવા લઈ વાંદરીયા ગામે આવ્યા હતા. અને એ દરમ્યાન મેહુલેે યુવતિને પાછળના ભાગે છરી મારતા તે જમીન પર ઢળી પડી હતી.
એ દરમ્યાન મેહૂલે યુવતિનુૃ ગળુ દબાવીને મોતેન ઘાટ ઉતારી દીધી હતી. આ બાદ લોહીવાળી છરી નજીકના તળાવમાં ફેકી દીધી હતી. મેહુલે પોતાનું જેકેટ મૃતક યુવતિને પહેરાવીને બે સગીર મિત્રોની મદદથી યુવતિને એક્ટીવા પર બેસાડીને સંજેલી રોડ ઉપર સુમસામ માર્ગ ઉપર આવ્યા હતા. રોડ ઉપરથી બે બોટલોમાં પેટ્રોલ ખરીદ્યુ હતુ.
યુવતિને ભાણપુરા જંગલમાં લઈ ગયા હતા. અને પત્થરોની વચ્ચે લાશને સંતાડી મૃતક કૃતિકાબેનના મોંઢા પર જ્વલનશીલ પ્રવાહી છાંટી દિવાસળી ચાંપી સળગાવી મોટરસાયકલ લઈ ત્રણેય નાસી છૂટ્યા હતા.