Western Times News

Gujarati News

સેવાલીયા મહારાજના મુવાડા નવી ચેક પોસ્ટ ઉપર વિદેશી દારૂ સાથે હરીયાણાના એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો

(પ્રતિનિધિ) સેવાલીયા, હાલમાં ગ્રામ પંચાયતોની સામાન્ય ચુંટણી અનુસંધાને મહે. ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક સાહેબશ્રી ખેડા-નડીયાદ નાઓ તરફથી બહારના જીલ્લા/રાજ્યમાંથી પ્રવેશતા નાકાઓ ઉપર ગેરકાયદેસર વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા મળેલ સુચનાઓ તથા મહે.ના. પો.અધિ.સા.

નડીયાદ-વિભાગ નાઓના માર્ગદર્શન હેઠળ સર્કલ પો.ઈન્સ.સા.ડાકોર નાઓ સાથે અમો એ.બી.મહેરીયા પો.સ.ઇ. સેવાલીયા પોસ્ટે તથા અ.પો. કો. અજમલસિહ ભલસિહ બ.નં.૧૦૨૭ તથા પો.કો. અર્જુનસિહ ફતેસિહ બ.નં.૧૮૧ તથા પો.કો રાહુલ કુમાર ચંદુભાઇ બ.નં.૭૩૮ તથા પો.કો ભરતકુમાર વિનોદભાઇ બ.નં.૬૯૧ તથા

અપોકો રાહુલકુમાર વશરામ ભાઇ બ.નં.૧૧૧૨ એ રીતેના પોલીસ માણસો એ સેવાલીયા મહરાજના મુવાડા નવી ચેક પોસ્ટ ઉપર વાહન ચેકિંગમાં હતાં. દરમ્યાન ગોધરા તરફના રોડેથી આવેલ આઇસર નંબર ેંઁ-૧૪-ય્‌-૨૭૫૯ માં સફેદ પ્લાસ્ટિકના કોથળાઓની આડમાં ગેરકાયદેસરનો વગર પાસ

પરમીટે ભારતીય બનાવટના વિદેશી દારૂની મેકડોલ્સ નં.૧ વ્હિસ્કીની ૭૫૦ મીલીની બોટલો નંગ- ૧૨૭૨ કિ.રૂ. ૪,૭૭,૦૦૦/- તથા ટ્યુબર્ગ બીયર ટીન ૫૦૦ મીલીના નંગ-૫૨૮ કિ.રૂ.૫૨૮૦૦/- તથા હેવર્ડ્‌સ બિયર ટીન ૫૦૦ મીલીના નંગ-૩૩૬ કિ.રૂ.૩૩૬૦૦/- મળી કુલ્લે કિ.રૂ.૫,૬૩,૪૦૦/- નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા ચણાના ભુસાની ભરેલ સફેદ પ્લાસ્ટિક ની કોથળીઓ નંગ-૬૫ કિ.રૂ.૬૫૦૦/- તથા

આઇસર કિ.રૂ. ૨,૦૦, ૦૦૦/- તથા આરોપીની અંગઝડતીમાંથી મળેલ રોકડા રૂપિયા ૯૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ.૫૦૦૦ /- તથા તાડપત્રી-દોરડુ કિ.રૂ.૧૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ.૭,૭૬,૮૦૦/- ના મુદ્દામાલ સાથે આરોપીઓ (૧) મંજીત સ/ઓ રાધેશ્યામ પ્યારેલાલ ધાનક ઉવ.૨૭ રહે.રામપુરા,

તા.હાંસી જી.હિસાર હરીયાણા ઝડપી પાડી તથા ત્યાંથી નાસી ગયેલ આરોપી નં. (૨) અશોક કુમાર સતબીરસિંગ યાદવ રહે.રામપુરા તા.હાંસી જી. હિસાર હરીયાણા નાઓની વિરૂધ્ધમાં પ્રોહિબીશન એક્ટ મુજબ ગુન્હો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.