પુત્રીના લગ્ન પહેલાં જ કરોડો રૂપિયાના દાગીનાની ચોરી
જયપુર, રાજસ્થાનની રાજધાની જયપુરની એક ફાઈવ સ્ટાર હોટલમાં બે કરોડ રૂપિયાના દાગીનાની ચોરીનો મામલો સામે આવ્યો છે. મહારાષ્ટ્રનો એક પરિવાર પોતાની પુત્રીની ડેસ્ટીનેશન વેડિંગ માટે જયપુર આવ્યો હતો. ખાસ વાત એ છે કે આજે શુક્રવારે જ લગ્ન હતા.
પરંતુ એક અજ્ઞાત માણસ પરિવારનો સભ્ય બનીને હોટલમાં પહોંચ્યો હતો. અને હોટલકર્મચારીઓ પાસેથી ચાવી લઈને લોકરમાંથી આભુષણો લઈ ફરાર થયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી.
ડેસ્ટિનેશન વેડિંગ માટે રાજસ્થાન ઘણા લોકોનું ફેવરિટ છે. પરંતુ મહારાષ્ટ્રના એક પરિવાર માટે તે મુસીબતનું કારણ બની ગયું છે. વાસ્તવમાં મહારાષ્ટ્રનો એક પરિવાર તેમની દીકરીના લગ્ન માટે ગુરુવારે જયપુર આવ્યો હતો. પરંતુ લગ્ન પહેલા પરિવાર સાથે એક મોટો અકસ્માત થયો હતો.
પરિવારે જયપુરના ત્નન્દ્ગ રોડ પર સ્થિત ફાઇવ સ્ટાર હોટેલમાં તેમના મહેમાનો માટે ૪૫ રૂમ બુક કરાવ્યા હતા. ગુરુવારે સવારે લગભગ ૧૧ વાગ્યે હોટેલમાં ચેક ઇન કર્યા પછી પરિવાર અને મહેમાનો રાત્રે મહિલા સંગીત માટે સિરસી રોડ પરના બગીચામાં ગયા હતા.
આ દરમિયાન એક અજાણ્યો વ્યક્તિ હોટલ પર પહોંચ્યો હતો અને પરિવારનો સભ્ય હોવાનો ડોળ કરીને હોટલ સ્ટાફ પાસેથી રૂમની ચાવી લઈ લીધી હતી. આ પછી રૂમમાં જ બનાવેલું લોકર હોટલના સ્ટાફ પાસેથી પાસવર્ડ લઈને ઘરેણાં અને રોકડ લઈને તફડાવ્યા હતા.
પીડિતાએ આ અંગે જવાહર સર્કલ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો છે. પીડિતાએ પોલીસને જણાવ્યું કે ૨ કરોડ રૂપિયાના હીરાના સેટ અને ૯૬ હજાર રોકડની ચોરી થઈ છે. માહિતી બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.
હાલ મામલાની તપાસ ચાલી રહી છે. આ મામલે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. સાથે જ પોલીસ પણ આ મામલે હોટલ પ્રશાસનની બેદરકારીની વાત કરી રહી છે. બીજી તરફ હોટલ પ્રશાસનનું કહેવું છે કે સીસીટીવીમાં દેખાતો શકમંદ પરિવાર સાથે જાેવા મળી રહ્યો છે.
આ બાબતમાં કોઈ શંકા ન હતી. જવાહર સર્કલ પોલીસ સ્ટેશન સીસીટીવીમાં દેખાતા શકમંદને શોધી રહી છે. આ મામલે હોટલ કર્મચારીઓ, ઈવેન્ટ મેનેજમેન્ટ સાથે જાેડાયેલા સ્ટાફની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.SSS