એવું તે શું થયું કે, મહિલાએ ઈંટથી માર મારીને પોતાની જ ગર્ભવતી મિત્રની હત્યા કરી

પ્રતિકાત્મક
બ્રાઝીલ, ઈતિહાસમાં ગુનાની અનેક મોટી ઘટનાઓ દુનિયાને હચમચાવી દે છે. આવી ઘટનાઓના કારણે લોકો ડરી જતાં હોય છે. ક્રાઈમ સાથે જાેડાયેલી આવી જ એક ઘટના જેનું પરિણામ પણ ખુબ જ દર્દનાક છે. તાજેતરમાં બ્રાઝિલમાં આવી જ એક ઘટના સામે આવી હતી. જ્યાં એક મહિલાનું દર્દનાક મોત થયું છે. નવાઈનવી વાત તો એ છે કે ગર્ભવતિ મહિલાની હત્યા તેની જ મહિલા મિત્રએ કરી હતી.
ડેઈલી સ્ટારના અહેવાલ અનુસાર, બ્રાઝિલના કેનેલિન્હામાં ૨૭ ઓગસ્ટના રોજ એક ચોંકાવનારી ઘટના બની હતી. ૨૪ વર્ષીય ફ્લાવિયા ગોડિન્હો માફ્રા ૯ મહિનાની ગર્ભવતી હતી. જ્યારે તેની બેસ્ટ મિત્ર રોસાલ્બા મારિયા ગ્રિમે તેને નકલી બેબી શાવર અને ફોટો શૂટની ઓફર કરી હતી.
ગ્રિમે મહિલા મિત્રને એક ર્નિજન જગ્યાએ લઈ ગઈ જ્યાં ઈંટનું કામ થતું હતું.ત્યાં લઈ ગયા બાદ ગ્રિમે રોસાલ્બાએ ફ્લાવિયા પર ઈંટ વડે અનેક વાર હુમલો કર્યો હતો જેના પગલે મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. અને ત્યારબાદ તેણે છરી વડે તેનું પેટ કાપી નાખ્યું અને ગર્ભમાંથી તેના ગર્ભસ્થ બાળકને બહાર કાઢ્યો હતો. પછી તેણે મહિલાને ખાલી ભઠ્ઠીમાં મરવા માટે મૂકીને ફરાર થઈ હતી જ્યાં ઈજાગ્રસ્ત મહિલાનું મોત નીપજ્યું હતું.
ફ્લાવિયાના મૃત્યુ પછી રોસાલ્બા તેના જીવનસાથી સાથે હોસ્પિટલ પહોંચી હતી. તેણે પોતાના પાર્ટનરને પણ અંધારામાં રાખ્યો હતો. તેણે તેના પાર્ટનરને કહ્યું કે તે ગર્ભવતી છે. જ્યારે તે બાળકને લઈને આવી ત્યારે તેણે તેને કહ્યું કે તે તેનું એકમાત્ર સંતાન છે. હૉસ્પિટલ પહોંચીને તેણે ડૉક્ટરોને તેની અચાનક ડિલિવરી વિશે જણાવ્યું, પરંતુ ડૉક્ટરોને શંકા ગઈ અને તેણે તરત જ પોલીસને બોલાવીને મહિલાને પોલીસને હવાલે કરી હતી.
મહિલાએ કોર્ટમાં જણાવ્યું કે તે ફ્લાવિયાથી ઈર્ષ્યા કરતી હતી અને તેનું બાળક ચોરી કરવા માંગતી હતી. તેથી જ ઓનલાઈન રિસર્ચ કરીને તેણે બાળકને પેટમાંથી કેવી રીતે દૂર કરવું તે શોધી કાઢ્યું હતું. આ આખી ઘટના પછી મહિલાના પાર્ટનરને પણ ગુનેગાર ગણવામાં આવ્યો હતો, પરંતુ જ્યારે સાબિત થયું કે તેનો કોઈ હાથ નથી, તો તેને છોડી દેવામાં આવ્યો. તમને જણાવી દઈએ કે મહિલાને ૫૭ વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી છે.