Western Times News

Gujarati News

રાજ્યમાં કોરોનાના નવા કુલ ૨૭ કેસ સામે આવ્યા

ગાંધીનગર, રાજ્યમાં કોરોનાના નવા ૨૭ કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ ૪૯ દર્દીઓ સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ ૮,૧૭,૦૮૧ નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ ૯૮.૭૫ ટકાએ પહોંચી ચુક્યો છે.

તો બીજી તરફ સરકાર રસીકરણના મોરચે પણ મજબુતીથી લડી રહી છે. અત્યાર સુધીમાં કુલ ૪,૯૪,૨૧૩ રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. જાે એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ કુલ ૨૬૨ એક્ટિવ કેસ છે.

જે પૈકી ૦૪ નાગરિકો વેન્ટીલેટર પર છે. જ્યારે ૨૫૮ નાગરિકો પણ સ્ટેબલ છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ ૮,૧૭,૦૮૧ નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. આ ઉપરાંત ૧૦૦૯૨ નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે.

જાે કે રાહતના સમાચાર છે કે આજે એક પણ નાગરિકનું કોરોનાને કારણે મોત નથી થયું. વડોદરા કોર્પોરેશનના ૬, અમદાવાદ કોર્પોરેશન અને ભરૂચમાં ૫-૫ કેસ, સુરત કોર્પોરેશન ૪, કચ્છ ૩, ભાવનગર કોર્પોરેશન, જામનગર કોર્પોરેશન ૧, પંચમહાલ ૧ અને સુરતમાં ૧-૧ કેસ સામે આવ્યા છે.

આ પ્રકારે કુલ ૨૭ કેસ નોંધાયા છે. જાે રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કરો પૈકી ૧૧ ને રસીનો પ્રથમ જ્યારે ૧૨૧૭ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાયો હતો.

૪૫ વર્ષના નાગરિકો પૈકી ૧૨૪૫૭ નાગરિકોને રસીનો પ્રથમ, ૧૧૭૪૩૭ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે. ૧૮-૪૫ વર્ષના નાગરિકો પૈકી ૩૯૬૧૨ નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે ૩૨૩૪૭૯ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે. અત્યાર સુધીમાં કુલ ૪,૯૪,૨૧૩ રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે. ૮,૦૫,૧૭,૫૧૮ રસીના કુલ ડોઝ અપાઇ ચુક્યા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.