ગાંધીનગરમાં મોડી રાત્રે જૂની અદાવતમાં ઘાતક હથિયારો વડે હત્યાનો પ્રયાસ
(પ્રતિનિધિ) ગાંધીનગર, પાટનગર ગાંધીનગરમાં અમુક થોડા સમયના અંતરે મારામારીના બનાવો બનતા રહે છે ત્યારે ગાંધીનગરમાં ગ-૬ સર્કલ પાસે બે વર્ષ જૂની અદાવતમાં નવ જેટલા શખ્સોએ તલવાર લોખંડની પાઈપો અને ધોકા જેવા ઘાતક હથિયારો વડે બે યુવાનોની હત્યાનો પ્રયાસ કરી ગાડીઓ મા પણ તોડફોડ કરી હતી.
જેમાં એક યુવાનને માથાના ભાગે તલવાર વડે હુમલો કરતાં તેને ગંભીર હાલતમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે
ગાંધીનગરના કોલવડા ખાતે રહેતો ૨૨ વર્ષીય કેતનસિંહ કોલેજમાં અભ્યાસ કરે છે તો રાત્રે કેતન તેનો મિત્ર હેમરાજ મળતા વાત કરી કે લિંબોદરા ગામ નો જગત સિંહ વાઘેલા અને બીલો વાઘેલા બે વર્ષ પહેલાં થયેલા ઝઘડા ની અદાવત રાખી આપણા મિત્ર કુલદીપ સિંહ જાેડે માથાકૂટ કરી રહ્યો છે જેથી કેતન અને હેમરાજ બાઈક પર જતા હતા ત્યારે રસ્તામાં કુલદીપ સિંહ અને ભાવેશસિહ મળ્યા હતા અને બધા ગાડીમાં બેસી ગાંધીનગર આવ્યા હતા.
આ દરમિયાન કુલદીપસિંહના ફોન પર જગતસિંહ, બિલ્લો અને દાદુભા ના ફોન ચાલુ હતા જેથી કુલદીપસિંહ બીજા અને તેના મિત્રો પણ બોલાવી લીધા આ બધા મિત્રો આવી પહોંચ્યા હતા જ્યાં અગાઉથી જ જગતસિંહ બિલ્લો અને બીજા છ જેટલા શખ્સો ઉભા હતા
આ તમામના હાથમાં તલવાર લોખંડની પાઈપો અને ધોકા હતા ત્યારબાદ કેતન અને કુલદીપ સિંહ ને આ ઈસમોએ ઘેરી લીધા અને ગાડીની તોડફોડ કરી અને તેમની પર તૂટી પડ્યા હતા તલવારના ઘા ઝીંકીને કુલદીપ સિંહ ને માથામાં વાગતા બેભાન થઈને ઢળી પડ્યો હતો હુમલામાં કેતન પણ ઘાયલ થતાં ખાનગી વાહનમાં બેસી ગાંધી નગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે પહોંચ્યો હતો ત્યારે કેતનસિંહ ની ફરિયાદના આધારે સેક્ટર-૨૧ પોલીસે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે